ખેરાલુમાં સ્વચ્છતા હી સેવા સેવા મિશન - At This Time

ખેરાલુમાં સ્વચ્છતા હી સેવા સેવા મિશન


આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુના એનએસએસ વિભાગ દ્વારા 80 જેટલા સ્વયંસેવકો અને અધ્યાપકો દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ખેરાલુથી નાનીવાડા હાઈવે પર સ્વચ્છતા અને સફાઈ કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શનમાં યોજાયેલ આ મિશનમાં ભાદરવી પૂનમ નિમિત્તે જુદા જુદા સેવા કેમ્પો અને પગપાળા યાત્રિકો દ્વારા ફેંકવામાં આવેલ કચરો, પ્લાસ્ટિકની બોટલો અને ડીશો કોલેજના સ્વયંસેવકો દ્વારા ટ્રેક્ટર ભરીને એકઠો કરવામાં આવ્યો હતો અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.