રાષ્ટ્રદેવો ભવ ને સમર્થન સાથે અનોખો લગ્નોત્સવ નવદંપતી ભૌતિક ત્રાપસીયા અને આરતી એ. વ્યસન મુક્તિ રક્તદાન ચક્ષુદાન ટ્રાફિક નિયમ વૃક્ષારોપણ સાથે સપ્તપદી ની પ્રતિજ્ઞા
રાષ્ટ્રદેવો ભવ ને સમર્થન સાથે અનોખો લગ્નોત્સવ નવદંપતી ભૌતિક ત્રાપસીયા અને આરતી એ.
વ્યસન મુક્તિ રક્તદાન ચક્ષુદાન ટ્રાફિક નિયમ વૃક્ષારોપણ સાથે સપ્તપદી ની પ્રતિજ્ઞા
અમરેલી જિલ્લા ના બગસરા ના ડેરી પીપરિયા ના હાલ સુરત મોટા વરાછામાં યોજાયા અનોખા લગ્ન પત્રિકા માં ક્રાંતિકારી ફોટા ચિત્રો ને વંદના સાથે ની કંકોતરી થી લઈ તમામ રસમ માં દેશપ્રેમ ની ઝાંખી સંગીત સંધ્યા, રજવાડી ઢોલ, બળદગાડા અને સપ્તપદી સહિત સંપૂર્ણ થીમ રાષ્ટ્રદેવો ભવ ની ઝાંખી કરાવતી રીતે ઉજવ્યો અનોખા પરણીય પર્વ માં સંગીત સંધ્યા માં ગુજરાત ના જાણીતા કલાકાર લોક ગાયિકા કિરણ ગજેરા, પીનલ પટેલ, તમેજ હાસ્ય કલાકાર મિલન તળાવિયા, મહેશ ધામેલિયા, લોક ગાયક રાજ ગઠવી, વિશાલ દુધાત, ધવલ ઝાલા, વિજય પટેલ, મિહિર સાવલિયા, કિશન રાદડિયા, અમિત ચીખલિયા જેવા એનેક કલાકારો એ ડાયરા ની ધૂમ મચાવી. તમેજ આ સંગીત સંધ્યા વરરાજા ભૌતિક કે જણાવ્યું કે વર વધુ ને ભેટ ઘોર રૂપે પૈસા આવે એ સેવાકીય પ્રવૃત્તિ માં વાપરવામાં આવશે.જેમાં વરરાજા એ શણગારેલા બળદ ગાડામાં બેસીને પરણવા ગયા આશ્ચર્યની વાત તો એ કે જ્યારે આ વરરાજા પરણવા જઈ રહ્યો ત્યારે બેન્ડવાજા વાળા ને ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના તાલે જ બેન્ડ વગાડવા નું કહેવાયું હતું અને સૌ કોઇ લોકોએ જાનૈયાએ પણ રંગેચંગે દેશ ભક્તિ થીમ ઉપર ડાન્સ કર્યા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ વરઘોડો ધ્યાનાકર્ષક થી સૌ કોઈ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો પ્રાચીન સમયમાં જ્યારે પણ લગ્ન હોય છે.ત્યારે આવી રીતે જ બળદગાડામાં જાન લઇ જવાતી હતી. જે યાદો તાજી કરવાં સૌ કોઈ લોકો તેને યાદ કરીને હવે બળદગાડુ શણગારીને પરણવા નીકળેલી આ અનોખી જાન અમરેલી જિલ્લા ના બગસરા તાલુકા ના ડેરી પીપરિયા ગામ ના વતની ભૌતિક વિઠ્ઠલભાઈ ત્રાપસીયા એ પોતાના લગ્નના નિમંત્રણ કાર્ડમાં જ લખ્યું હતું કે રાષ્ટ્રગીત થી પ્રસંગ ની શરૂઆત થશે. તેજ રીતે રાષ્ટ્રીય ગાન ના ગીતો સાથે જાન આગમનના વધામણા સહિત ની તમામ રસમ માં રાષ્ટ્ર ભાવના ને ખાસ લક્ષ માં રખાય હતી
આ લગ્ન પ્રસંગમા શ્રી સૌરાષ્ટ્ર્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણમંત્રી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ગુજરાત ના કોકીલ કંઠી અલ્પાબેન પટેલ તેમજ સુરત ના જાણીતા કલાકારો ગોપી પટેલ, માનસિંગ ગોહિલ, ધર્મેશ જોષી, દીપક ખેની, સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ મિત્રો મંડળ તથા બાળ વક્તા ચાર્મી ગુણા તથા શ્રી ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીક માલવીયા, સહિત અસંખ્ય જાણીતી હસતી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ અનેક કાર્યકર્તા ઓએ ભૌતિક - આરતી અને રિકલ - મિતેષ ને રાષ્ટ્રદેવો ભવ સાથે અનોખા લગ્નોત્સવ ના આયોજન બદલ અભિનંદન સાથે વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ ના આશિષ પાઠવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.