જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાયો............. - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાયો………….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાયો.............
જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના પ્રમુખશ્રી ડો રીટાબેન જોશી, મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન ઉપાધ્યાય, સહમંત્રી શ્રીમતી અમીબેન જોશી દ્વારા આજરોજ ડી. એલ. પટેલ સાયન્સ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર માં અંગદાન મહાદાન અંતર્ગત ગાયનેક ડો.દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા અંગદાનનું મહત્વ અને તે માટેની જાગૃતતા અંતર્ગત ખૂબ સરસ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં અંગદાનની જાગૃતિ માટેના પોસ્ટર અને વિવિધ પ્રકારના અંગો પ્રદર્શિત કર્યા હતા અને સમાજમાં અંગદાનની જાગૃતિ માટે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી સંકલ્પ લેવડાવ્યો હતો.ખરેખર સહિયર ગ્રુપના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સહમંત્રી દ્વારા આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાયો હતો.સંસ્થાના આચાર્યશ્રી પ્રો હર્ષદભાઈ ત્રિવેદીએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image