અમદાવાદ ખાતે અતુલ્ય વારસો ની રાજયસ્તર બેઠક યોજાઈ
*રાજ્યસ્તરે લોકોને જોડવા અને હેરિટેજ સંવર્ધનને પધ્ધતિસર વિકાસ કરવાનો પ્રયાસ*
આજ રોજ અમદાવાદ ખાતે *અતુલ્ય વારસો* ની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતુલ્ય વારસોનાં *ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર* શ્રી કપિલ ઠાકર દ્વારા નીચે યાદીમાં દર્શાવેલ *૦૭ સભ્યોને ડાયરેકટર* નાં હોદ્દાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં
૧) શ્રી મનીષભાઈ વૈદ્ય, પર્યાવરણવિદ્દ
૨) શ્રી વર્ષાબેન ભટ્ટ, કાયદા નિષ્ણાંત
૩) શ્રી કિન્નરીબેન શાહ, સમાજકાર્ય
૪) શ્રી મહાદેવભાઈ બારડ, સંશોધક/લેખક
૫) શ્રી વિષ્ણુસિંહ ચાવડા, સંશોધક/લેખક
૬) શ્રી નરેન્દ્રભાઈ ઓતિયા, હેરિટેજ ફોટોગ્રાફર
૭) શ્રી પરમભાઈ પંડ્યા, હેરિટેજ પ્રોફેશનલ
ઉપરોક્ત ટીમ દ્વારા ગુજરાતભરમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર કામગીરી હાથ ધરવામાં આવશે
૧. જીલ્લાવાર અને નાના ગામ/શહેરનાં સક્રિય સેવાભાવી લોકો કે જેઓ હેરિટેજ, પ્રવાસન, કલા, હસ્તકલા જેવા વિષયો સાથે જોડાયેલા છે તેઓને સ્થાનિક સ્તરની સમિતિઓમાં સાંકળી તેમના વિચારોને આવરી સમગ્ર ગુજરાતમાં હેરિટેજ સંવર્ધન અને ઉજાગર કરવાની કામગીરી હાથ ધરવી.
૨. રાજ્યની મોટાભાગની શાળા/કોલેજોમાં હેરિટેજ શિક્ષણને વિનામૂલ્યે પહોચાડવું.
૩. હેરિટેજ પ્રવાસનને વેગ આપવું, જેથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે, સ્મારકો સચવાય તેમજ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે.
૪. “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ” ની ફોરમેટ બદલવામાં આવશે.
૫. સમગ્ર વિશ્વનાં ગુજરાતીઓ જેને પોતાના વતન પ્રત્યે પ્રેમ છે કે વતનમાં નાનું મોટું યોગદાન આપવા માંગે છે તેના માટે “વાત વતન”ની યોજનાનું અમલીકરણ.
ઉપરાંત અનેક નવા કાર્યક્રમો રાજ્યસ્તરે હાથ ધરાશે. અમારી ટીમમાં અને અભિયાનમાં જોડાવવા માટેની વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે જેની નોંધ લેશો અથવા info.atulyavarso@gmail.com પર આપની માહિતી મોકલી શકો છો. અમારો આ પ્રયાસ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતીઓનાં ભવ્ય વારસાને ઉજાગર કરવાના, સંવર્ધન કરવાના, કલાકારોને જોડવા મદદરૂપ થશે તેવી અમોને આશા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.