સૌરાષ્ટ્ર ની આવનારી પેઢીની ઉન્નતિ ઈચ્છો છો ? તો કલ્પસર માટે જાગો સરકાર ની ઈચ્છા શક્તિ હોય તો સૌરાષ્ટ્ર ના વિકાસ ના દ્વાર ખુલ્લી શકે - At This Time

સૌરાષ્ટ્ર ની આવનારી પેઢીની ઉન્નતિ ઈચ્છો છો ? તો કલ્પસર માટે જાગો સરકાર ની ઈચ્છા શક્તિ હોય તો સૌરાષ્ટ્ર ના વિકાસ ના દ્વાર ખુલ્લી શકે


સૌરાષ્ટ્ર ની આવનારી પેઢીની ઉન્નતિ ઈચ્છો છો ? તો કલ્પસર માટે જાગો

સરકાર ની ઈચ્છા શક્તિ હોય તો સૌરાષ્ટ્ર ના વિકાસ ના દ્વાર ખુલ્લી શકે

૨૫ કિમિ નો બંધ સમગ્ર સૌરાષ્ટ્ર ની હિજરત અટકાવી શકે છે

સામુહિક વિકાસ ની દુરંદેશી ગુજરાત નાં નેતા ઓને આભારી હોય છે

જગત ની સર્વ શ્રેષ્ટ કુદરતી ભૌગોલિક સ્થિતિ ધરાવતા સૌરાષ્ટ્ર ભાવનગર થી ભરૂચ વચ્ચે ની પટ્ટી વિસ્તાર માં કલ્પસર સાકાર થાય તો ?
સૌથી મોટું મીઠા પાણી નું સરોવર બને સૌરાષ્ટ્ર ની શિકલ બદલી શકે સોથી વધુ હિજરત થતા અમરેલી ભાવનગર સહિત નાં અન્ય જિલ્લા ઓમાંથી માઈગ્રેશન અટકે દરેક જીવાત્મા નું કલ્યાણ થઈ શકે તેવી બહુહેતુક લાંબા ગાળા ની યોજના ના અગણિત ફાયદા આપનારી યોજના જળસંકટ સમસ્યા નો સચોટ ઉકેલ છે
સીધું સાગર નળ સરોવર રણ સરોવર જેવી યોજના ઓ પ્રત્યે સરકાર માં ઈચ્છા શક્તિ નો અભાવ કેમ હશે ? દરેક શા પુરાણ ધર્મ પુરાણો માં જળ વ્યવસ્થા ને ઉત્મ વ્યવસ્થા ગણી છે જળ એજ જીવન દરેક માનવ સંસ્કૃતિ નદી કાંઠે વિકસી વિસ્તરી છે ભવિષ્ય કથન કરતાં ઓ કહે છે કે આગમી વિશ્વ યુધ્ધ જળ વહેચણી ને લાઇ થશે જળ સંશાધન નાં સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર ગણાવ્યા છે
તન આરોગ્ય ધન આરોગ્ય અને મન આરોગ્ય ભૂમિ આરોગ્ય પર્યાવરણ પશુ પક્ષી આરોગ્ય કૃષિ આરોગ્ય ની અનેક યાતતાય સધાય તેવી યોજના ના બીજ સને ૧૯૬૧ માં ડચની નેડેકો કંપની ના તજજ્ઞો નું વિચાર બીજ છે ૧૯૬૨ માં તત્કાલીન સાંસદ ભોગીલાલ શાહ ના પ્રસ્તાવ થી શરૂ થયેલ દરેક જીવાત્મા ની ઉન્નતિ આધાર કલ્પસર વર્ષ ૧૯૬૯ માં ગેજેટ માં બંધ અંગે જાહેરાત થઇ ૧૯૮૩ માં જમીન ખારાશ રોકવા મુખ્ય સચિવ નો રિપોર્ટ ૧૯૮૮ માં રાજ્ય ના મુખ્ય મંત્રી અને શામ પિત્રોડા વચ્ચે ઓપન હાઉસ ચર્ચા યોજાય ૧૯૯૮
મે હસ્કોનિંગ કંપની નો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાનું નક્કી થયું ૧૯૯૬ માં આ કંપની પૂર્વે શક્યતાદર્શી રિપોર્ટ શ્રી કાણે એ હાજરી આપી ૧૯૯૯ માં ૬ વિશિષ્ટ અભ્યાસો તૈયાર થયા વર્ષ ૨૦૦૦ માં મે હસ્કોનિંગ કંપની એ શક્યતાદર્શી રિપોર્ટ સૂચનો સાથે રજૂ કર્યો વર્ષ ૨૦૦૨ માં મુખ્ય મંત્રી મોદી એ પૂર્ણ શક્યતાદર્શી અહેવાલ માટે ૮૪ કરોડ નું બજેટ મંજુર કર્યું ૨૦૦૩ માં ઝડપી કાર્યવાહી માટે અલગ થી કલ્પસર વિભાગ પણ રચાયો ૨૦૦૪ માં દરિયાઈ સર્વેક્ષણ નો પ્રારંભ માં મોદી એ ભાવનગર સમુદ્ર માં. વિધિ કરી વર્ષ ૨૦૧૦ ભાવનગર ખાતે પ્રબુદ્ધ નાગરિકો ની કલ્પસર સમિતિ રચાય જેમાં સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લા ઓમાંથી સમાવિષ્ટ અગ્રણી ઓ જોડાયા રાજકોટ ઠરાવ સચિવ સમક્ષ લાંબી ચર્ચા અમદાવાદ સંગોષ્ટિ અધિકારી નવલાવાલા સમક્ષ રજૂઆતો વડોદરા તેમની અધ્યક્ષતા માં બેઠક ભાવનગર ખાતે સચિવ યુ ઈજનેર પરામર્શ અમદાવાદ ખાતે પથરેખા અંગે મીટીંગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે સંગોષ્ટિ ઠરાવ નકશા અંગે વિચારણા ઓ સચિવ શ્રી એ ભાવનગર એપેક્ષ પોઇન્ટ ઠરાવ્યું નવલાવાલા અને સચિવ દહેજ એપેક્ષ પોઇન્ટ ની વિધિ તથા દરિયાઈ નિરીક્ષણ અને સૂચના તજજ્ઞ ઝાવા અને દેસાઈ ભાવનગર ની મુલાકાતે ચેન્નઇ માં સવિસ્તાર મીટીંગ નિર્ણય સમિતિ એ સૂચવેલ પથરેખા અંગે ઇચ્છન અને તત્કાલીન મુખ્યમંત્રી મોદી પત્ર આ બધું વર્ષ ૨૦૧૦ ના અંત સુધી ચાલ્યું વર્ષ ૨૦૧૨ થી મીટીંગો સચિવો ને પત્ર નવલાવાલા ની રૂબરૂ મુલાકાતો ૨૦૧૬ માં નિટો નો અહેવાલ પછી અમલ અંગે છુપાછુપી શરૂ થઈ કચ્છ ના રણ સરોવર માટે ખેંચતાણ સમાટી ઉપર આવી વર્ષ ૨૦૧૬/૧૭ માં જગજાગૃતિ માટે પત્રિકા બહાર પડી મુખ્ય મંત્રી રૂપાણી ને પત્ર પાઠવી સૌરાષ્ટ્ર ભર માંથી ઉઠેલી માંગ થી વિજય રૂપાણી નો સૂચના પત્ર અને કામગીરી અહેવાલ માંગવા માં આવ્યો વર્ષ ૨૦૧૮ માં જળસંપત્તિ કલ્પસર માટે ૧૪.૮૯૫ કરોડ બજેટ માં ફાળવણી સક્રિય સહયોગી ઓને આવકાર થી ઉજળી આશા બંધાઈ અને ક્રમશ આ અંગે પુસ્તિકા ઓ ચિંતન શિબિરો મીટીંગો યોજવા લાગી કાણે સાહેબ નવલાવાલા ડો વિધુવ જોશી વિનુભાઈ ગાંધી સહિત ની અધ્યક્ષયતા તેમજ દહેજ ના વાગરા ભાવનગર સુરત સહિત માં આ યોજના ઓના ફાયદા ઓ અને ભવિષ્ય થનાર લાભો વિશે અનેક અનેક મેળાવડા માં ખુશી વ્યક્ત કરી ગાય વગાડી કલ્પસર થી મળનાર લાભો ની વાતો કરી ફુલાઈ જતા હતા પણ અત્યારે બધું ભૂલવાડી દેવાયું
૨૫ કિમિ નો આ બંધ એ સૌરાષ્ટ્ર ની ઉન્નતિ નો આધાર છે સૌરાષ્ટ્ર ની હિજરત અટકે મીઠા પાણી નું સૌથી મોટું સરોવર બનવાથી ભૂગર્ભ જળ સ્તર સુધરે ઉત્તમ પ્રકાર ના ધનધાન્ય પાકે તેથી સારો ઘાસચારો પશુપાલન પ્રવૃત્તિ ઓ ફુલેફાલે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ આવે બાગાયત ના હબ ગણાતા ભાવનગર સહિત પુરા સૌરાષ્ટ્ર માં અનેકો રોજગારી હુન્નર કૌશલ્ય અને કૃષિ પશુપાલન વીજ ઉત્પાદન સહિત ના ધમધમાટ થી પરિવહન ટ્રાન્સપોસ્ટેશન ખેત બજારો વાણિજ્ય વિકાસ ઉત્પાદન વેચાણ વહન સંબધિત અનેક તકો ઉપરાંત સુરત થી સૌરાષ્ટ્ર નું અંતર ઘટે સૌરાષ્ટ્ર નું ભુપુષ્ટ ઉંધી રકાબી જેવું છે વરસાદ બાદ બધું મીઠું પાણી દરિયામાં ભળી ખારું થતું અટકે એક ઇસ પણ ખાનગી જમીન સંપાદન કરવી પડે તેમ નથી પર્યાવરણ કે પ્રકૃતિ ને સહેજ પણ નુકશાન થતું નથી વિસ્થાપિત નો કોઈ પ્રશ્ન નથી માત્ર ઈચ્છા શક્તિ નોજ અભાવ છે સામુહિક વિકાસ ના સંસાધન ના સાધનો મુઠીભર નેતા ઓના હાથ માં હોવા થી વર્ષો થી લબડાવ્યા કરાય છે આઝાદી પછી ની સરકારો એ પંજાબ માં નાગલ ભાખરા અને ત્રણ રાજ્ય વચ્ચે થી સરદાર સરોવર ની યોજના ન બનાવી હોત તો આજે કેવી સ્થિતિ હોત ? લાંબા ગાળા ની આ યોજના જેટલી વહેલી આરંભ થશે એટલી સૌરાષ્ટ્ર માટે ફાયદા કારક બની રહેશે વર્ષો થી નેતા ઓ સામૂહિક વિકાસ ની વાતો કરે છે પણ પોતા નો બેસુમાર વિકાસ કરતા આવ્યા છે નહિતર આઝાદી નાં ૭૫ વર્ષ બાદ પ્રાથમિક સુવિધા ઓનો અભાવ હોય ? ત્રણ ચાર પેઢી ઓ બદલાય ગઇ પણ સ્થિતિ ઓ બદલાઈ નહિ કથાકારો રામકથા ભાગવત કથા ઓ કરે છે દેવ ચરિત્ર નું આબેહુમ વર્ણન કરે છે તેના બદલે જળ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે ની માનવીય ફરજ નું સચોટ વર્ણન કરવું જોઈ એ સામૂહિક ઉન્નતિ માં જો કોઈ પરિવર્તન લાવી શકે તો બે સબળ સત્તા એક રાજસત્તા અને બીજી ધર્મસત્તા પણ છે આ બંને શકિત ઓ વિત વ્યવસ્થા માં વ્યસ્ત છે તે સોથી મોટું દુઃખ છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.