કમોસમી વરસાદને લઈ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડવા અનુરોધ
કમોસમી વરસાદને લઈ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડવા અનુરોધ
તાજેતરમાં જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામક,બોટાદ દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને અનુરોધ કરાયો છે કે,હાલમાં તૈયાર થયેલા ફળ અને શાકભાજી સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અનિવાર્ય છે.તેમજ બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ આ સમય દરમ્યાન કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સનો છંટકાવ કરવો નહીં,તેમજ વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.