માળીયા હાટીના તાલુકામાં લમ્પી વાયરસ પશુઓમા વકરતા તંત્ર થયું સાબદુ સાથે મળી રહ્યો છે ગૌ પ્રેમીઓનો સાથ સહકાર
હાલ ગુજરાત ભરમા લમ્પી વાયરસ નો રોગ પશુઓમા ખુબજ વધારો થય રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ સજાગ બની આ લમ્પી વાયરસના રોગનો ફેલાવો થતા અટકાવી વહેલી તકે નાબૂદ થાય તે માટે તંત્રને ખાસ સુચનાઓ આપવામાં આવી છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા વહીવટી તંત્રની સુચના અને માર્ગદર્શન હેઠળ માળીયા હાટીના તાલુકાના અકાળા (વિરડી) ગામે જય બજરંગ કામધેનુ ગૌશાળા મા ગાંધીનગર થી જુનાગઢ જિલ્લા મા ખાસ મુકાયેલા લાયઝન અધિકારી ડોક્ટર સુષીત.એસ. પટેલ અને જીલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર દિલીપ.ડી.પાનેરા તેમજ ડોક્ટર ઘનશ્યામ સિસોદીયા સહિતની ટીમે રાધે ક્રિષ્ના ગૌશાળા કેશોદ ના સહયોગથી મોળેલ રસી દ્વારા
અકાળા ગૌશાળામાં આવી ગાયોને રસીકરણ કરેલ ત્યારે જીલ્લા પશુપાલન અધીકારી ડોક્ટર દિલીપ.ડી.પાનેરાએ જણાવેલ કે માળીયા હાટીના તાલુકામાં આજ દિન સુધીમાં ચોવીસ ગૌશાળા સહિત પચીસોથી વધારે પશુઓને રસીકરણ કરી દેવામાં આવેલ છે તેમજ હજુ આગળના દિવસોમાં દરરોજ રસીકરણ કરી લમ્પી વાયરસ ને રોકી નાબૂદ કરવાના પ્રયાસ કરવામાં આવશે આ તકે અકાળા ગામના સરપંચ બહાદુરભાઈ કાગડા અનેરાજકીય આગેવાન બહાદુરસિંહ કાગડા તેમજ ગૌશાળાના પ્રમુખ સામળાભાઈ કાગડા સહિત ગૌશાળા ના ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો હાજર રહી ડોક્ટર ટીમોનો આભાર વ્યક્ત કરેલ
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.