પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ દ્વારા શ્રમીકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા. ખુશીની લાગણી જન્મી. - At This Time

પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ દ્વારા શ્રમીકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા. ખુશીની લાગણી જન્મી.


પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ દ્વારા શ્રમીકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા. ખુશીની લાગણી જન્મી.

યાત્રધામ પાલીતાણામાં વર્ષોથી સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાયેલ શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ ઠંડી ના દિવસો દરમિયાન પાલીતાણા ના અલગ - અલગ સાર્વજનિક વિસ્તારો માં રૂબરૂ જઈ ને જરૂરિયાત મંદ લોકોને ધાબળા ઓ આપવામાં આવે છે. આજ તા.૩૧.૧૨.૨૦૨૨ ને શનિવારના રોજ પાલિતાણા યાત્રાધામ ને પ્રતિદિન સ્વચ્છતા સાથે જોડાયેલ રાજદીપ કંપની ના શ્રર્મિક ભાઈઓ બહેનો ને ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામા આવેલ. આ કાર્યક્રમ માં પ્રથમ સૌ સમિતિ ના કાર્યકર્તાઓ તેમજ શ્રમિક ભાઈઓ બહેનો ધ્વરા દેશ ના વડાાંપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના માતુશ્રી હીરાબા નું ગઈ કાલે આકસ્મિક નિધન થતા, ઉપસ્થિત સૌએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, વિશેષમાં રાજદીપ એટ્રપ્રાઇઝ ના સ્ટાફ પરિવાર દ્વારા સૌ ઉપસ્થિત કાર્યકર્તા મિત્રો ને પુષ્પ ગુચ્છ આપી ને આવકારવા માં આવ્યા હતા, જ્યારે ઉપસ્થિત શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ ના કાર્યકર્તાઓ દ્વારા જે પવિત્ર યાત્રાધામ પાલીતાણા ને ગમે તે પરિસ્થિતિ માં તેમજ કોરોનો લોક ડાઉન જેવી પરિસ્થિતિ માં પણ શહેર ને સ્વચ્છ રાખી સૌ નાગરિકો ની સ્વાસ્થ સુરક્ષાની જવાબદારી માં અહેમ ભૂમિકા રાખી હતી એ બદલ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો
આ સાથે સમિતિ ના સૌ કાર્યકર્તા ઓ ના વરદ હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવેલ,કાર્યક્રમ ના અંતે ધાબળા ના દાતા પરિવાર એવા આકાશભાઈ જીવાણી નો ભરતભાઈ રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ. ( અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.