ધંધુકા માં આવેલ વૃદ્ધાશ્રમનાં દ્વાર 23 વર્ષથી ખુલ્યાં જ નથી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં આવેલ વૃદ્ધાશ્રમનાં દ્વાર 23 વર્ષથી ખુલ્યાં જ નથી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના સંત પુનિત મહારાજે આપેલાં વચનો ‘ભૂલો ભલે બીજું બધુ મા-બાપને ભૂલશો નહીં' જગપ્રખ્યાત છે. ધંધુકા- બરવાળા રોડ પર વર્ષ 1999માં બનેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમનું લોકાપર્ણ જોગાનુજોગ સંતપુનિત મહારાજના પુત્ર જનક મહારાજે કર્યું હતું. તે સમયે તેઓએ કહ્યું હતું કે ભગવાનને પાર્થના કરું છું કે આ વૃદ્ધાશ્રમ ચાલે જ નહીં. આ વાક્ય બોલાયાના 23 વર્ષે આજ સુધી આ વૃદ્ધાશ્રમમાં એક પણ વૃદ્ધ રહેવા નથી આવ્યા. આ સેવાકાર્ય માટે ખર્ચ કરનારા કાપડિયા પરિવાર પણ આ વાતથી ખુશ છે. તેઓ પણ હવે માની રહ્યા છે કે આ વૃદ્ધાશ્રમના દ્વાર ક્યારેય ખૂલે જ નહીં.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.