જૂના મોરબી રોડ પર શહેર ભાજપ મહિલા મંત્રીએ જાહેર રસ્તા પર બાંધકામ ખડકી દીધું
ભાજપના અગ્રણી બાદ હવે પડોશીએ પણ રસ્તા પર અંદાજે 3 ફૂટ જેટલું બાંધકામ ખડકી દીધું વોર્ડ નં.4ની સાત સોસાયટીના રહીશોની મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ
રાજકોટના મોરબી રોડ પર વોર્ડ નં.4માં રહેતા શહેર ભાજપના મહિલા મંત્રી નયનાબેન સોલંકી અને તેના પડોશીએ પોતાના ઘરની પાછળ નવેરાનું રસ્તા પર બાંધકામ ખડકી દીધાની હકીકત પ્રકાશમાં આવી છે. આ વિસ્તારની સાત સોસાયટીના રહીશોએ આ મુદ્દે ભાજપ મંત્રીના નામના ઉલ્લેખ વગર મ્યુનિસિપલ કમિશનરને ગત તા.5મીએ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા ફરિયાદ કર્યા બાદ ભાજપના મહિલા મંત્રીના દબાણની વિગત બહાર આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.