જસદણ નજીક રાજ્યના પુર્વ શિક્ષણ વિભાગના મંત્રીએ જૂનાગઢના શિક્ષકની પદયાત્રાને શુભેચ્છા પાઠવી
જસદણ નજીક રાજ્યના પુર્વ શિક્ષણ વિભાગના મંત્રીએ જૂનાગઢના શિક્ષકની પદયાત્રાને શુભેચ્છા પાઠવી
જસદણ પંથકનાં વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને હાલ શ્રાવણ માસ નિમિત્તે લાખો ભાવિકો પોતાની ભક્તિથી ભીંજવી રહ્યાં છે ત્યારે આ મહાદેવને રાજયના પુર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અવાર નવાર શીશ ઝૂકાવવા ઘેલાં સોમનાથ આવતાં હોય છે ત્યારે અત્રે પધારેલ પુર્વ શિક્ષણમંત્રી પોતાની વોલ પર એક પોષ્ટ મૂકી જે ભારે વાયરલ થઈ છે શિક્ષણમંત્રી એ જે પોષ્ટ મુકી તે અક્ષરસ નીચે મુજબની છે જેમાં જણાવ્યું છે કે દર શ્રાવણ માસમાં હું જસદણ વીંછીયા પાસે આવેલ ખૂબ જ પૌરાણિક ઘેલા સોમનાથ મંદિરે દાદાના દર્શન કરવા જઉં છું. એક યાદગાર ઘટના બની. રસ્તામાં એક યુવકે હાથ ઉંચો કર્યો એટલે મારી કાર ઉભી રાખી. યુવકે પગે લાગીને કહ્યું સાહેબ આશર્વાદ આપો. હું જૂનાગઢમાં પ્રાથમિક શિક્ષક છું, ચાલતો મુંબઈ જઉં છું. કોરોના સમાપ્ત થાય, જનજીવન સામાન્ય થાય તે માટે મુંબઈ લાલબાગ ગણેશજીના દર્શન કરવાની બાધા રાખી હતી. શાળામાં રજા મૂકી છે, ૪૦ દિવસે પહોંચીશ. મેં શિક્ષક શ્રી સમીર દત્તાણીને શુભેચ્છા પાઠવીને એને શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરી
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.