પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને જળ જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે
તા.૨૩/૭/૨૩ રવિવારે..
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બોટાદ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને જળ જન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે
નશો એ સામાજિક દુષણ છે.દેશની આબાદી માં કરોડો લોકો બીડી ,સિગરેટ ,તમાકુ ,ગુટખા ડ્રગ અને દારૂ ના ગુલામો છે.જેને લઈ સ્વાસ્થ્ય લઈ અનેક બીમારીઓનો ભોગ બને છે.જેને લઈ ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ ના સંયુક્ત ઉપક્રમે નશા મુક્ત ભારત અભિયાન શરૂ કરેલ છે જેઅન્વયે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રાજયોગ મેડિટેશન અંતર્ગત મન સકારાત્મક બને છે જેને લઈ જે કોઈ નશો /વ્યસન વશ હોઈ તેમાંથી મુક્ત થાય છે.જળ જન અભિયાન ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય અને બ્રહ્માકુમારીઝ સંસ્થા ગ્રામ વિકાસ પ્રભાગ ના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવેલ છે. પાણી અને પ્રકૃતિના સંરક્ષણ માટે સામુહિક ચેતના પ્રખર બને તે માટે અભિયાન હાથ ધરેલ છે આ બન્ને અભિયાનનો મંગલ શુભારંભ તા.૨૩/૭/૨૩ રવિવારે સાંજના ૪:૦૦ કલાકે ઠે ,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,ઓમ શાંતિ નગર,ભાવનગર રોડ બોટાદ ખાતે થઈ રહ્યો છે આપ્રસંગે બોટાદ જીલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,બોટાદ નગરપાલિકાના સેની.ઇસ્પેક્ટર ડી.બી.માઢક ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં પધારવા બી.કે.નીતાબેન બ્રહ્માકુમારીઝ-બોટાદ સેવા કેન્દ્ર તરફથી સૌને હાર્દિક ઇશ્વરીય નિમંત્રણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.