સુઈગામ તાલુકામાં ૧૮વર્ષથી નિચેની ઉમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેચાણ કરનારાઓ પર કેસ કરી દંડ વસુલ કરાયો.
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સુઈગામ તાલુકાના સુઈગામ ગામમાં ચેકિંગ થતાં 14દુકાનદારો દંડ અપાયો
શાળાઓ નજીક તમાકુ નહીં વેચવા સહિતના નિયમોનો ભંગ કરનાર પર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડૉ હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડૉ બૈધનાથ રામ ના માર્ગદર્શન હેઠળ ભરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી. અને ૧૮ વર્ષથી નિચેની ઉંમરના બાળકોને તમાકુનું વેંચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ મીટરની ત્રીજીયામાં તમાકુનું વેંચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા 14 દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમનની ગાઈડ લાઈન મુજબ સુઈગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ વર્ષની નિચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેંચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ 14કેસ કરી 1100 રૃપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં તાલુકા હેલ્થ સુપર વાઇઝર દુદાજી રાજપૂત, પી.એચ.સી. હેલ્થ સુપરવાઇઝર બી.એન,ચૌધરી , સી.એચ.ઓ અને ભરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મ.પ.હે.વ જોડાયા હતા.
અહેવાલ: જીતેન્દ્ર ઝાલા
સુઈગામ બનાસકાંઠા
મો.૯૯૨૫૯૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
