ભાડલા આધિયા ગામ તરફ જતા રસ્તેથી વિશાલ ગોવિંદ કાનગડની પોલીસે કરી ધરપકડ
ભાડલા આધિયા ગામ તરફ જતા રસ્તેથી વિશાલ ગોવિંદ કાનગડની પોલીસે કરી ધરપકડ
ભાડલા આધિયા ગામ તરફ જતા રસ્તે ના.પો.અધી.સા.ગોંડલ નાઓએની ટ્રાફીક ડ્રાઇવ અનુસંધાને પોલીસ વાહન ચેકીંગ કરતા હોય દરમ્યાન ભંડારીયા ગામ બાજુથી એક નારંગી કલરની ફોરવ્હીલ ગાડી સર્પા કારે આડી-અવળી આવતી હોય જેને રોકી તપાસ કરતા ફોર વ્હીલ ચાલક પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા રૂબરૂ વાહન ચાલક નું નામ પુછતા પોતે પોતાનું નામ થોથરાતી જીભે ત્રુટક ત્રુટક શબ્દોમા વિશાલભાઇ ગોવિંદભાઇ કાનગડ ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે.બેડી ગામ,પાણીના ટાંકા પાસે તા.જી.રાજકોટ.વાળો હોવાનું જણાવેલ. ઇસમનું મોઢુ બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરતા નશાનું પ્રમાણ 1 47mg/100ml આવેલ તથા તેની પાસેથી કેફી પીણુ પીધેલાની ખાટી અને તીવ્ર વાસ આવતી હોય અને તેની આંખો જોતા એકદમ લાલ ઘુમ નશો કરેલ હાલતમા હોય જેથી ઇસમ પાસે આવું કેફી પીણુ પી વાહન ચલાવવા અંગે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. વાહન ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ રજુ કરવાનુ કહેતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. જેથી હવાલા વાળી ગાડી જોતા SKODA કં પનીની નારંગી કલરની KUSHAQ મોડલની આર.ટી.ઓ.૨જી નંબ-GJ-03-ME-5329 વાળી હોય જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ની ગણી કબ્જે કરેલ અને ઇસમ ગે.કા.પાસ પરમીટ તથા ડ્રો. લા.વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળી SKODA કંપનીની નારંગી કલરની KUSHAQ મોડલની આર.ટી.ઓ.રજી નંબ-GJ-03-ME-5329 સર્પાકારે રોડ પર આડી અવળી ચલાવી નીકળતા પ્રોહી એક્ટ કલમ ૬૬( ૧)બી તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૫,૩,૧૮૧ મુજબનો ગુન્હો કરતા પોલીસે ધરપકડ કરી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.