પોરબંદરમાં ચોપાટી ખાતે વિશ્વ યોગ દિવસની યોગા અભ્યાસ સાથે ઉજવણી
પોરબંદરમાં ચોપાટી ખાતે વિશ્વ યોગ દિવસની યોગા અભ્યાસ સાથે ઉજવણી
********************************
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, કલેકટરશ્રી , પૂર્વ ધારાસભ્યશ્રી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા
********************************
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરાયું
********************************
પોરબંદર તા.૨૧, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પોરબંદર ખાતે આવેલ ચોપાટી ખાતે આંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ ચોપાટી ખાતે જિલ્લાના મહાનુભાવો, અધિકારીઓ કર્મચારીઓ યુવાઓ અને નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી છે.યોગ મનની મર્યાદાઓ પર વિજય મેળવવાનું શીખવે છે અને ત્યારે જ સ્વયંથી પર રહી સમાજ પ્રત્યેની ફરજ નિભાવી શકાય છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે વિવિધ જિલ્લાઓમાં યોગ અભ્યાસ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે ર૧ જૂન, ૨૦૨૪ના હજૂર પેલેસ પાછળ, શુક્રવાર સવારે ૬:૦૦ વાગે ચોપાટી બીચ, પોરબંદર ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબતભાઈ મસરીભાઈ પરમાર દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. રોજ યોગ કરવા અને તેને જીવનશૈલી તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો. સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ યોગ કાર્યક્રમ યોજાયો હતો.
ચોપાટી ખાતેના કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
યોગના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેટરશ્રી કે.ડી. લાખાણી, ભૂતપુર્વ કેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, , જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા,પોરબંદર છાંયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અધિક જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા, જિલ્લા અગ્રણી મીતાબેન થાનકી સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.