યુવકને દાખલ કરવાને બદલે કાઢી મૂક્યો રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ડો. પાર્થ ચુડાસમા 6 મહિના માટે સસ્પેન્ડ - At This Time

યુવકને દાખલ કરવાને બદલે કાઢી મૂક્યો રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ડો. પાર્થ ચુડાસમા 6 મહિના માટે સસ્પેન્ડ


રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં ગોંડલના વાસાવડના યુવકને દાખલ ન કરી તગેડી મૂકતા યુવકે પાર્કિંગમાં રાત વિતાવી હતી અને સવારે સારવારના અભાવે મોત થયું હતું. ફક્ત એટલું જ નહીં આ બનાવને ઢાંકવા માટે યુવક મૃત હોવા છતાં વેન્ટિલેટર ઉપર રાખી પરિવાજનોને બોલાવી લેવાનું કહી ફરીથી મૃત જાહેર કરવાનું નાટક કર્યું હતું. જોકે, આ તબીબનો ભાંડો ફૂટયા બાદ તાકીદે જ તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. આ કમિટીએ પુરાવા સાથે રિપોર્ટ તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને સોંપ્યો હતો. જેને આધારે આ બનાવને ગંભીર ગણાવી રેસિડેન્ટ તબીબ ડૉ. પાર્થ ચુડાસમાને 6 મહિના સુધી સસ્પેન્ડ કરવાનો હુકમ મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસરે ECG કાઢી યુવકને મૃત જાહેર કર્યો પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 18 ઓક્ટોબરે વાસાવડમાં રહેતા 31 વર્ષીય સતીષ બાબુભાઇ નામના એક યુવકને તબિયત લથડતા તેનો મિત્ર સિવિલમાં રાત્રિના સમયે સારવાર માટે 108 એમ્બ્યુલન્સથી લાવ્યો હતો. યુવકને ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી દાખલ કરવા જરૂર લાગતા વોર્ડ નં-10માં રિફર કર્યો હતો. જોકે, ત્યાં ડૉ. પાર્થ ચુડાસમાએ નીચે કાઢી મુકતા બંનેએ પાર્કિંગમાં રાત વિતાવી હતી. સવારે દર્દી સતીષને મિત્રએ ઉઠાડ્યો પણ તે નહીં ઉઠતા તરત તેને ઈમરજન્સી વિભાગમાં લવાયો હતો. મેડિકલ ઓફિસરે ECG કાઢી યુવકને મૃત જાહેર કર્યો હતો. આથી, મેડિકલ ઓફિસરે વોર્ડ નં-10ના રેસિડેન્ટ ડોક્ટરને બોલાવી તમે કેમ પેશન્ટને દાખલ કરતા નથી આનું ડીસી થયું છે કહેતા જ રેસિડેન્ટ ડો.પાર્થ ચુડાસમા પણ પોતે મોટી ભૂલ કર્યાનું સમજી ગયા હતા. જોકે પોતાની ભૂલ છુપાવવા માટે તાકીદે કેશબારીએ જઈ દાખલની ફાઈલ કઢાવી મેડિકલ હિસ્ટ્રી ઉભી કરી હતી. અને મૃત યુવકને ICUમા વેન્ટિલેટર ઉપર રાખી સાથે રહેલા મિત્રને કહ્યું હતું કે, પેશન્ટ સિરિયસ છે સગાને બોલાવી લેજો તેમજ યુવકનો ભાઈ હોસ્પિટલ પહોંચે પહેલા જ નાટક કરી મૃત દર્દીને મૃત જાહેર કર્યો હતો. ડીને ડો.પાર્થ ચુડાસમાને 6 મહિના સસ્પેન્ડ કરવાની સજા સંભળાવીઆ સમગ્ર મામલો સામે આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસ કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. અને અંદાજે 20 કરતા વધુ દિવસ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને કમિટી દ્વારા રિપોર્ટ તબીબી અધિક્ષકને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડિયા, એડી.સુપ્રિ. ડો.કયાડાએ તપાસ કમિટીએ આપેલા રિપોર્ટને ચકાસી ડીનને મોકલ્ય હતો. અને મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠકમાં ડીસીપ્લીન એકશન હેઠળ આકરા શિક્ષાત્મક પગલાં લેવાના નિર્ણય


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.