પંચમહોત્સવના છેલ્લા દિવસે યોજાયી કર્ણપ્રિય સંગીત અને મધુર સ્વરોથી સજ્જ સંગીત સંધ્યા છેલ્લા દિવસે ગાયક મહર્ષિ પંડ્યાના સૂરોની તાલે લોકો ઉત્સાહભેર ઝૂમ્યા - At This Time

પંચમહોત્સવના છેલ્લા દિવસે યોજાયી કર્ણપ્રિય સંગીત અને મધુર સ્વરોથી સજ્જ સંગીત સંધ્યા છેલ્લા દિવસે ગાયક મહર્ષિ પંડ્યાના સૂરોની તાલે લોકો ઉત્સાહભેર ઝૂમ્યા


*પંચમહાલની સંસ્કૃતિને દિપાવતો ઉત્સવ –પંચમહોત્સવ*

*સ્થાનિક કલાકારો હેપ્પી દેસાઇ અને બહાદુર ગઢવીએ પણ મધુર સૂરોથી લોકોનુ મનોરંજન કર્યુ*

*બહોળી સંખ્યામાં લોકોએ ક્રાફ્ટ બજારનો લાભ લઈને ખરીદી કરી*

*પ્રથમ દિવસે ગીતાબેન રબારી અને બીજા દિવસે ભુમિક શાહે પોતાના ગીતોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં*

પંચમહાલ,
રવિવાર :-પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના નેજા હેઠળ જિલ્લા વહિવટી તંત્ર, પંચમહાલ દ્વારા તા.૨ જી જાન્યુઆરી,૨૦૨૫ થી તા.૪ થી જાન્યુઆરી, ૨૦૨૫ સુધી હાલોલમાં આવેલ “વર્લ્ડ હેરિટેજ સાઇટ" ચાંપાનેર-પાવાગઢ, વડાતળાવ ખાતે પંચમહાલની સંસ્કૃતિને વધાવતો મહા ઉત્સવ એટલે કે પંચમહોત્સવ યોજાયો હતો. જેને શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર દ્વારા રીબીન કાપીને ખૂલો મુકાયો હતો.
પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત ગાયીકા ગીતાબેન રબારીએ પોતાના મધુર ગીતો અને કર્ણપ્રીય સ્વરે જિલ્લાવાસીઓને ઝૂમાવ્યા હતા. તેમજ પંચમહોત્સવના બીજા દિવસે સંગીત સંધ્યામાં લોકગાયક ભુમિક શાહ દ્વારા મધુર સ્વરમાં ગીતો રજૂ કરવામાં આવતા તમામ પ્રેક્ષકો મંત્રમૂગ્ધ બન્યા હતાં.
પંચમહોત્સવના ત્રીજા/છેલ્લા દિવસની સંગીત સંધ્યામાં ગાયક મહર્ષિ પંડ્યાની આગવી ગાયન શૈલી અને મધુર સૂરોની તાલે લોકો તેમના સ્થાને મન મૂકીને ઝૂમ્યા હતાં. આ વેળાએ મહર્ષિ પંડ્યાએ ગુજરાતી અને હિંદી ભાષામાં દેશભક્તિના, ભક્તિગીતો અને બોલિવુડના મનોરંજનથી ભરપૂર ગીતો પ્રસ્તુત કર્યા હતાં. આ વેળાએ તેમની સાથે પંચમહાલના સ્થાનિક ગાયક કલાકારો હેપ્પી દેસાઇ અને બહાદુર ગઢવીએ પણ પોતાના મધુર સુરોથી લોકોનું મનોરંજન કર્યુ હતું.
આ વેળાએ સંગીત સંધ્યાના પ્રથમ ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે લુપ્ત થવાના આરે એવુ સંગીતવાદ્ય રાવણ હથ્થાના મહિસાગરના કલાકાર વીજાનંદ તુરી દ્વારા લોકસંગીત રજૂ કરાયું હતું. તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતી કરવામાં આવી હતી.
પંચમહોત્સવની બાજુમાં ક્રાફટ બજારમાં વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે ઉપલબ્ધ વ્યંજનોનો બાળકો, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા ત્રણેય દિવસોમાં લાભ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે. આ દિવસો દરમિયાન પાવાગઢ યાત્રાધામના વિકાસ પર અને માંડવી ઈકો ટુરિઝમ સાઇટ પર બનેલ ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું.
પંચમહોત્સવના ત્રીજા/છેલ્લા દિવસે સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર દ્વારા પંચમહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, મહિસાગરના પોલીસ અધિક્ષકશ્રી, હાલોલના પ્રાંત અધિકારીશ્રી પ્રણવ વિઠ્ઠાણી, જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.