શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા........... - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા………..


શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા...........
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શાળામાં આચાર્યશ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં ચિત્ર, નિબંધ, વકૃત્વ, રંગોલી, નકશા દોરવા, એક પાત્રીય અભિનય વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી. આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો શાળા તરફથી નંબર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તિરંગા યાત્રામાં પણ શાળાના એનસીસી, એનએસએસ, સ્કાઉટ ઍન્ડ ગાઈડ તથા અન્ય વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો કે. સી.વાઘેલા, બી.બી.મકવાણા, જે.બી.પટેલ, હંસાબેન, ગીતાબેન, અલકાબેન, ગાયત્રીબેન, કોમલબેન, પુનમબેન, આશાબેન, રંજનબેન, એમ.એલ.દેસાઈ, જે.કે.લુણેશિયા, કેયુરભાઈ, સંજયભાઈ સુથાર, શશીકાંતભાઈ સોલંકી વગેરે શિક્ષક મિત્રોએ સક્રિય રહી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image