રાજકોટ મહાનગરપાલિકા ‘નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ’ મુંબઈ ખાતે યોજાયેલ.
રાજકોટ શહેર તા.૩/૯/૨૦૨૪ ના રોજ શહેરીજનોને સ્પર્શતી રોજબરોજની સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ઇ-સર્વિસિસ ક્ષેત્રે અગ્રેસર રહી વહીવટી સુધારણા કરવામાં આવેલ છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકાની પસંદગી ૨૦૨૩-૨૪ના વર્ષ માટે નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે થયેલ છે. જે અંતર્ગત આજ તા.૩-૯-૨૦૨૪, મંગળવારના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્રના માન.મુખ્યમંત્રી અને માન.નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ઇવેન્ટમાં રાજકોટ મહાનગરપાલિકા વોર્ડનં.૧ના કોર્પોરેટર ડૉ.અલ્પેશભાઇ મોરજરીયા, વોર્ડનં.૧૦ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડનં.૧૬ના કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ, વોર્ડનં.૯ના કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા અને સહાયક કમિશનર અને ડાયરેક્ટર (આઈ.ટી.) સમીર ધડુકએ ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા જણાવે છે કે, આ ખૂબજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડના વિતરણનું ફંકશન 27th National Conference on e-Governance ની Viksit Bharat: Secure and Sustainable E-Service Delivery થીમ હેઠળ મુંબઈ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવેલ છે. ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમીનિસ્ટ્રેટીવ રીફોર્મ્સ અને પબ્લીક ગ્રીવન્સીસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં AI enabled Adaptive Traffic Control System & Smart Hawking Solution નામનાં પ્રોજેક્ટને District Level Initiatives in E-Governance કેટેગરીમાં ખૂબજ પ્રતિષ્ઠિત એવા National Awards for e-Governance 2023-2024 અંતર્ગત Silver Awards એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ એવોર્ડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂ.પ લાખ રોકડ ઈનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે. રાજકોટ શહેરનાં નાગરિકો સાથે વિવિધ સમયે ચર્ચા દરમિયાન શહેરની ટ્રાફિક સમસ્યાને મુખ્ય ચિંતાનાં વિષય તરીકે ઓળખવામાં આવેલ હતી. શહેરના રહેવાસીઓએ આ સમસ્યાના ઉકેલ માટે નવીન ઉકેલોની જરૂરિયાત પર ભાર મુકવામા આવેલ હતો, જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ વડે “સ્માર્ટ સિટી મિશન” અંતર્ગત રાજકોટ દ્વારા ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે AI enabled Adaptive Traffic Control System અમલમાં મૂકવામાં આવેલ છે. આ સોલ્યુશનની વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે તે Real Time માં બદલાતી ટ્રાફિકની સ્થિતિને પોતાની જાતે અનુકૂળ થવાની ક્ષમતા ધરાવે છે. ATCS વાહન ડિટેક્ટર કેમેરાથી ટ્રાફિક ડેટાનું વિશ્લેષણ કરવા અને સિગ્નલીંગ માટેની શ્રેષ્ઠ સમયાવધિ નક્કી કરવા માટે ‘મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ’નો ઉપયોગ કરે છે. ટ્રાફિક સિગ્નલ ફેઝ (રેડ-ગ્રીન)નો સમયગાળો અથવા કોરિડોર પર ટ્રાફિકની સ્થિતિની છણાવટ કરીને દરેક ટ્રાફિક Cycle માં આપમેળે સમય નક્કી કરવામાં આવે છે. ભારતીય રસ્તાની સ્થિતિની અનુકૂળતા સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ (C-DAC) દ્વારા વિકસાવવામાં આવેલા અલ્ગોરિધમને અપનાવેલ છે. AI enabled Adaptive Traffic Control System ના અસરકારક અમલીકરણને પગલે શહેરનાં ટ્રાફીક ની ગીચતામાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે. જુદા જુદા ટ્રાફિક જંકશનો પર વેઇટિંગ ટાઇમમાં 33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત સંસાધનોનાં ઓપ્ટિમાઇઝેશનને કારણે કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો અને ઇંધણનાં વપરાશમાં ઘટાડો જોવા મળેલ છે. ટ્રાફીક સમસ્યાને હળવી કરવા આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ માટે વધુ એક નિરાકરણ AI-enabled Smart Hawking Solution અંતર્ગત, સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ લગભગ ૮૦ હોકર્સ ઝોન વિકસાવ્યા હતા, જેમાંથી ૪૦ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ પર સ્થિત હતા. આ હોકર્સ ઝોન પર અસરકારક નિયંત્રણ માટે રાજકોટએ “સ્માર્ટ સિટી મિશન” અંતર્ગત એ.આઇ. સંચાલિત વિડિયો એનાલિટિક્સ સોલ્યુશન વિકસાવ્યું હતું. આ સોલ્યુશન હોકર્સ ઝોન નજીકના ગેરકાયદેસર દબાણને શોધી કાઢે છે અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા નોટીફીકેશન મોકલે છે. જ્યારે પણ કોઈ ગેરકાયદેસર સ્ટ્રીટ વેન્ડર નિર્ધારિત ઝોનની બહાર કામ કરે છે, ત્યારે સિસ્ટમ વેબ અને મોબાઇલ એપ્લિકેશન પર એલર્ટ જનરેટ કરે છે. આને કારણે વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરી શકાય છે અને ઉલ્લંઘનો સામે ત્વરિત પ્રતિસાદ મળી શકે છે. એ.આઈ. સોલ્યુશન હાલમાં શહેરના ૨૫ હોકર્સ ઝોનમાં લાગુ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યભરમાં સૌ પ્રથમ ‘આર.એમ.સી. ઓન વોટ્સએપ’ સેવા અમલી બનાવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ર૫ થી વધુ વિભાગની ૧૭૫ થી વધુ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધબ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને ભૂતકાળમાં વર્ષ ૨૦૨૨ માં OTP & Feedback based Public Grievance Redressal System પ્રોજેક્ટ માટે નેશનલ ઈ-ગવર્નનસ એવોર્ડ મળેલ. રાજકોટ મહાનગરપાલિકા ટેકનોલોજીનાં અસરકારક ઉપયોગ વડે શહેરનાં નાગરિકોની સમસ્યા હળવી બનાવવા તેમજ વધુ ને વધુ સુવિધા આપવા સતત પ્રત્યત્નશીલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.