મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર તથા એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો
કુલ ૧૦૫૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી
મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર તથા મોડેલ કેરિયર સેન્ટર તથા એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ એમ.જેકોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર ખાતે જોબ ફેર યોજાયો હતો.
જેમાં મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા કુલ ૨૨૦૦ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા પત્ર તેમજ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવેલ હતી. જેમાંથી નોકરી દાંતાની કુલ ૧૧૨૭ સામે મેન્યુફેક્ચરના ૨૫૮ અને સર્વિસના ૮૦૧ થઈ કુલ ૧૦૫૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાની નામાંકિત કંપનીઓ-૧૪ તેમજ જિલ્લા બહારની કંપનીઓ-૩ મળી કુલ ૧૭ કંપનીઓએ ભાગ લીધો હતો. હાજર નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, સેલ્સ એક્ઝિક્યુટિવ, એડવાઈઝર, એકાઉટંન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, લેબ ટેક્નિશિયન, બ્રાન્ચ મેનેજર, ઓફિસ એડમીન વગેરે જેવી વિવિધ જગ્યાઓ પસંદગી આપવામાં આવી હતી. નોકરીદાતા અને રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂની બેઠક વ્યવસ્થા માટેના પેમ્પલેટનું વિતરણ કરી રોજગારવાંચ્છુને સરળતાથી પસંદગીના નોકરી તથા સક્ષમ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરાઇ હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આચાર્યશ્રી એમ.જે.કોલેજ તેમજ રોજગાર કચેરી, ભાવનગર સ્ટાફએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારોનો મદદનીશ નિયામકશ્રી, રોજગાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.