BRTS - સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૩.૪૫ લાખનો દંડ - At This Time

BRTS – સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૩.૪૫ લાખનો દંડ


રાજકોટ તા.૧૩: મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ૪ થી ૧૦ જુલાઇ સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ૩.૪૫ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૬ કન્‍ડક્‍ટરને ફરજ મુક્‍ત કર્યા છે. જ્‍યારે ૧૪ મુસાફરો ટીકીટ વિનાના ઝડપાયા હતા.
આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૪ થી ૧૦ જુલાઇ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
સિટી બસ સેવા
સિટી બસ સેવાᅠ(RMTS)માંᅠતા. ૪ થી તા.૧૦ જુલાઇ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૨,૬૦૦ᅠકિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૧,૭૬૨ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૯,૫૭૫ᅠકિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૩,૩૫,૧૨૫ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોર્ડન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.ᅠ૧૦,૦૦૦નીᅠપેનલ્‍ટી આપવામાં આવેલી છે. સિટી બસ સેવાની કામગીરીમાંᅠગેરરીતી/અનિયમિતતાᅠસબબ કુલ ૦૫ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડᅠકરવામાં આવેલᅠછે.ᅠતથા ૦૧ᅠᅠકંડક્‍ટરનેᅠકાયમી ધોરણે સસ્‍પેન્‍ડᅠકરવામાં આવેલ છે.
ચેકીંગ દરમિયાન કુલ ૧૪ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા.ᅠ૧,૫૪૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
BRTS
બી.આર.ટી.એસ. બસ સેવામાંᅠતા. ૪ જુલાઇ થી તા.૧૦ જુલાઇᅠદરમિયાન કુલ અંદાજીતᅠ૨૮,૨૫૦ᅠકિ.મી.ᅠચાલેલ છે. તથા કુલ ૧,૬૪,૦૬૫ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૪૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.