ધ્રાંગધ્રાના નવલગઢ ગામ નજીક ફોરવ્હીલ ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતા મોત નિપજ્યું.
સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ ગામ નજીક મહાવીર કોલેજ પાસે ફોરવીલ ગાડીને ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સજાયો હતો જેમાં ગાડી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા પોલીસની જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઇવે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે જેમાં ધાંગધ્રા પાવર હાઉસ સર્કલ પાસે બ્લીસ ઓટો નામની દુકાન ધરાવતા હરેશભાઈ પોતાના ઘરે સુરેન્દ્રનગર ફોરવીલ ગાડી લઈને જઈ રહ્યા હતા તે સમયે ધાંગધ્રાના નવલગઢ ગામ નજીક મહાવીર કોલેજ પાસે કોઈ અગમ્યો કારણોસર ગાડીના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ફોરવીલ ગાડીનું અકસ્માત થયું હતું જેમાં હરેશભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા રાહદારી લોકો દ્વારા 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાજર તબીબ દ્વારા તપાસ કરાતા મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં હરેશભાઈના ગોઝારા અકસ્માતના સમાચાર સાંભળીને ધ્રાંગધ્રા શહેર અને પરિવારમાં શોક ની લાગણી ફેલાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
