નશા વાળી સીરપ ઉપર પ્રતિબંધ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત
નશા વાળી સીરપ ઉપર પ્રતિબંધ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત
નશાવાળી આયુર્વેદિક સિરપ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મુકવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં આયુર્વેદિક સિરપના નામ ઉપર ઝેરી કેફી પીણું ગુજરાતના દરેક જિલ્લામાં વેચવામાં આવી રહ્યું છે.જેના કારણે યુવાનોમાં નશાની આદત પડી જતી હોય છેનડિયાદમાં આ ઝેરી સિરપ પીવાથી પાંચ કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છેજેથી અન્ય જિલ્લાઓમાં આવીઘટનાઓ ફરીના બને તેના માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.