વ્યાજખોરોના ત્રાસથી કન્સ્ટ્રક્શનના ધંધાર્થીનો આપઘાત: સ્યુસાઈડ નોટમાં 10 સામે આક્ષેપ
શહેરનાં કોઠારીયા રોડ શિવમપાર્કમાં રહેતાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવકે સ્યુસાઈડ નોટ લખી તેમાં 10 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. યુવકે કન્સ્ટ્રક્શનના ધંધા માટે 20 લાખ જેટલી રકમ અલગ અલગ વ્યક્તિ પાસે વ્યાજે લિધા હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યું હતું.બનાવ પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ શિવમપાર્ક શેરી નં-3 માં રહેતાં અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરીયા (ઉ.વ.34) નામના કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ ગઈ કાલ રાત્રિના 9 વાગ્યાં આસપાસ રેસકોર્સ બાલભવન સામે શૌચાલય પાસે ઝેરી દવા પી લેતાં તાકિદે તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં આજે સવારે દમ તોડી દેતાં ગમગીની છવાઈ ગઈ છે.
આપઘાત કરનાર અલ્પેશભાઈ ક્ધસ્ટ્રક્શનનું લેબર કામ કરતા હતા. તેને ધંધામાં પૈસાની જરૂર હોય જેથી અલગ અલગ વ્યક્તિ પાસેથી 20 લાખ જેટલા રૂપિયા વ્યાજે લિધા હતા. જે પૈસાનું વ્યાજ મૂળી કરતાં પણ વધુ આપી દિધા હોવા છતાં વ્યાજખોરો ત્રાસ આપતાં હોય જેથી આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજને આક્ષેપ કર્યો હતો. ગઈ કાલે તેને સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.
સ્યુસાઇડમાં લખ્યું હતું કે મારા મોતનું કારણ નીચેના લોકો છે. જે વ્યાજ વાળા છે. મે બધાને મુળી કરતા પણ વધારે રૂપિયા આપી દીધા છે. પણ હવે મારા પાસે રૂપિયા નથી. થાકી ગયો છો. મારું જીવન ગુમાવું છું.
પંકજભાઈ છોડીયા, યોગેશભાઈ પંડિયા, ખીમજી પ્રવીણભાઈ પરમાર, મંગેશભાઈ જાલકા, ભીખુભાઈ બાલસરા, મેરાજ ક્લબ વાળા પરાગભાઈ ગઢવી, સિદ્ધાંતસિંહ, વિપુલ ભાગવાનજીભાઈ આ બધાને મે રૂપિયા આપેલ છે. લિધા કરતાં ડબલ આપી દીધાં છે. પણ હવે હું થાકી ગયો છું. તેવું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. યુવક પરિણીત હતો.
તે ત્રણ ભાઈમાં મોટો હોવાનું મૃતકનાં પરિવારજને જણાવ્યું હતું. બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસને જાણ થતાં તુરંત પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી.અને સ્યુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
