બોટાદ જિલ્લામાં પોલીયો રસીકરણ મહાઝુંબેશ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં બાળકોને પોલીયોના ટીપાં પીવડાવાયા - At This Time

બોટાદ જિલ્લામાં પોલીયો રસીકરણ મહાઝુંબેશ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં બાળકોને પોલીયોના ટીપાં પીવડાવાયા


(અજય ચૌહાણ)
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અન્વયે બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયાના વડપણ હેઠળ પોલીયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ-૧ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમારની ઉપસ્થિતિમાં બાળકોને પોલીયોના ટીપાં પીવડાવી પોલીયો બુથનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે મહત્વનું છે કે, બોટાદ જિલ્લામાં ૩૬૭ બુથ, ૭૫૭ ટીમ, ૧૫૩૮ ટીમ સભ્યો, અને ૭૫ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૮૮,૭૭૪ કરતા વધુ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના વિવિધ બુથ કેન્દ્રો પર રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહીને પોલીયો નાબુદી અભિયાન મિશનને સફળ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.