વાયોલન્સ ફ્રી વર્લ્ડ’ સંસ્થા દ્વારા મહાલક્ષ્મી સોસાયટી પાલડી, અમદાવાદ ખાતે ‘હિંસા મુક્ત વિશ્વ પ્રદર્શન’નું આયોજન
વાયોલન્સ ફ્રી વર્લ્ડ’ સંસ્થા દ્વારા મહાલક્ષ્મી સોસાયટી પાલડી, અમદાવાદ ખાતે ‘હિંસા મુક્ત વિશ્વ પ્રદર્શન’નું આયોજન
અમદાવાદ ‘વાયોલન્સ ફ્રી વર્લ્ડ’ સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ‘હિંસા મુક્ત વિશ્વ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં આજના યુવાનોને તાર્કિક રીતે અહિંસા યુક્ત જીવનશૈલી અપનાવવા કેવી રીતે સમજાવવું, માંસાહારી ખોરાકની માનસિક અને શારીરિક નકારાત્મક અસરોની સમજણ, માંસાહાર અને ઇંડા ના વિકલ્પો વિશે જાણકારી, મનુષ્યો અને દરેક અન્ય જીવો વચ્ચે સહઅસ્તિત્વ દ્વારા અહિંસક જીવન જીવવાનો માર્ગ, કુદરતને બચાવવા માટે આપણી રોજિંદી જીવનશૈલીથી શું યોગદાન આપી શકીએ? શાકાહારી સેલિબ્રિટીઓએ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા કેવી રીતે હાંસલ કરી છે તેની સમજ, મોટી વૈશ્વિક મહામારી / રોગચાળાઓ નો પ્રાણીઓ સાથેની ક્રૂરતા સાથેનો સંબંધ, વિવિધ ધર્મશાસ્ત્રો અનુસાર "અહિંસા"ની વ્યાપક અને ઊંડાણપૂર્વક ની સમજણ વગેરે વિશેની માહિતી આપતું પ્રદર્શન યોજાયું છે. પ્રદર્શન ભક્તામ્બર હીલર સમિટ 2024, સ્વર્ણ જયંતી હોલ, મહાલક્ષ્મી સોસાયટી પાલડી, અમદાવાદ ખાતે 22 અને 23 જૂન, શનિવાર અને રવિવારે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ પ્રદર્શનની મુલાકાત લેવા સૌ ને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.