લખતર ગામમાં સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત ખર્ચવામાં આવેલ રૂપિયા બે કરોડ જેટલી રકમ પાણીમાં ગયાનો ઘાટ સર્જાયો
લખતર ગામમાં સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત ખર્ચવામાં આવેલ રૂપિયા બે કરોડ જેટલી રકમ પાણીમાં ગયાનો ઘાટ સર્જાયોવાસમો દ્વારા આપવામાં માહિતી આયોગમાં આપવામાં આવેલ જવાબ મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા 3 ફૂટના 1.5 ફૂટ ઊંડી લાઈન નાખવા મંજુરી આપી છેલખતર ગામમાં છેલ્લા 15 વર્ષમાં વિકાસના નામે જીરો હોવાનો ઘાટ બનવા પામ્યો છે સરકાર દ્વારા લખતર ગામની સુવિધા માટે રૂપિયા આશરે અગિયાર કરોડ જેવી માતબર રકમ અંડરગ્રાઉન્ડ ગટર પાછળ ખર્ચી હતી આ યોજનાનું બાળ મરણ થતા ગટરના રૂપિયા ગટરમાં ગયા છે આ યોજના અંતર્ગત સમ્પ માંથી ગંદા પાણીનું પમપિંગ કરાયુ નહોતું છતાં ઓપરેટરને લાખો રૂપિયાનો પગાર ચૂકવાયો છે હાલમાં બે સમ્પ માંથી એકપણ સમ્પમાં ડેડસ્ટોકમાં ચડાવેલ સામગ્રી માંથી શટર સહિતની સામગ્રી ગાયબ છે ત્યારે લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત રૂપિયા બેકરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન વાસમોના જણાવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા 3 ફૂટ ના બદલે 1.5 ફૂટ કરતા પણ ઓછી ઊંડાઈએ નાખતા નવી પાઈપલાઈન દરરોજ નવી નવી જગ્યાએ લીકેજ થતા પાણીના રૂપિયા પાણી ગયાનો ઘાટ સર્જાયો છે ત્યારે આજે લખતર બસસ્ટેન્ડ ગ્રામ પંચાયત રોડ ઉપર નવી પાઇપલાઈન ફાટી જતા રોડ ઉપર વગર વરસાદે વરસાદી માહોલ સર્જાયો હોય તેમ પાણી ભરાઈ ગયા હતા
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.