જામનગરમા ડ્રગ્સનું જાળું મજબૂત: ઈન્ડિયન નેવી અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં લાખોની કિંમતનું ચરસ જપ્ત - At This Time

જામનગરમા ડ્રગ્સનું જાળું મજબૂત: ઈન્ડિયન નેવી અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં લાખોની કિંમતનું ચરસ જપ્ત


જામનગરમા ડ્રગ્સનું જાળું મજબૂત: ઈન્ડિયન નેવી અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં લાખોની કિંમતનું ચરસ જપ્ત

જોડિયામાથી ઈન્ડિયન નેવીના ઈન્ટેલિજન્સ વિભાગ અને NCBની સંયુક્ત ટીમે અડધો કિલો ચરસ સાથે એક શખ્સની ધરપકડ, ઝડપાયેલા ચરસની બજાર કિંમત અંદાજે 25 લાખ રૂપિયા

જામનગર
ગુજરાતમાં ડ્રગ્સનું જાળું દિનપ્રતિદિન મજબૂત થતું જાય છે, ત્યારે આજે ફરી એકવાર જામનગરમાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે. જામનગરના જોડિયા ગામ પાસેથી ઈન્ડિયન નેવીના ઈન્ટેલિજન્સ વિભાગ અને NCBની સંયુક્ત ટીમે અડધો કિલો ૫૦૦ ગ્રામ ચરસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ચરસની બજાર કિંમત અંદાજે 25 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ડ્રગ્સના વધતા જતા વેપારની ચિંતા વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં દિવસેને દિવસે નશાકારક પદાર્થો ઝડપાવાની ઘટનાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં ઈન્ડિયન નેવી અને NCB જેવી એજન્સીઓની સતત કામગીરીને કારણે આવા ગુનાખોરીઓને પકડવામાં મદદ મળી રહી છે. જો કે, આવા કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે.

આ ઘટના બાદ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપી પાસેથી આ ચરસ ક્યાંથી આવ્યું અને તેને કોને વેચવાનું હતું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ પોલીસ આવા ગુનાખોરીઓને રોકવા માટે કડક પગલાં ભરવાની તૈયારીમાં છે.

આ ઘટના એકવાર ફરીથી સમાજને સમજાવે છે કે ડ્રગ્સનું જાળું કેટલું મજબૂત બની ગયું છે અને આ સમસ્યાને દૂર કરવા માટે સમાજના દરેક વર્ગે સંયુક્ત પ્રયાસ કરવાની જરૂર છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.