હિંમતનગર શહેરમાંથી પસાર થતાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મત મોટા ખાડા અને સર્વિસ રોડ સરખો ન બનવાના કારણે હિંમતનગર શહેરના સહકારી જીન નજીક સ્થાનિકો અને વેપારીઓ દ્વારા હાઇવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ
(રિપોર્ટર:ઝાકીરહુસેન મેમણ)
હિંમતનગર શહેરમાંથી પસાર થતાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મત મોટા ખાડા અને સર્વિસ રોડ સરખો ન બનવાના કારણે હિંમતનગર શહેરના સહકારી જીન નજીક સ્થાનિકો અને વેપારીઓ દ્વારા હાઇવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ તો પોલીસે ૫ થી વધુ લોકોની અટકાયત કરી હતી.
સાબરકાંઠા જીલ્લા માંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નું ફોરલેન માંથી સિક્સલેન માં રૂપાંતરનની કામગીરી ઘણા લાંબા વર્ષોથી ચાલી રહી છે જોકે કેટલાક ભાગોનો રસ્તો તૈયાર થઈ ચૂક્યો છે તો કેટલોક આજે પણ બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો પરેશાની નો સામનો કરી રહ્યા છે હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો જોકે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન ચોકડી પાસે બે પુલ નું કામ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે પરંતુ પૂરુ ન થવાના કારણે બંને તરફનું હાઇવે સર્વીસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે પરંતુ સર્વિસ રોડ બીસ્માર બનવાના લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક રજૂઆતોના અંતે પણ સમારકામ ન થવાના કારણે વેપારીઓ દ્વારા સહકારી જીન નજીક હાઇવે બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક વિરોધીઓ એ તો પાણીમાં બેસીને વિરોધ નોધીવ્યો હતો જેને લઈને હાઈવે પર ૩ થી ૫ કીમીની બંને સાઈડ લાઈનો લાગી ગઈ હતી જ્યારે પોલીસે બળ પ્રયોગ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો જેમાં પોલીસે ૫ થી વધુ લોકોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કર્યો હતો અને ટ્રાફિક દુર કર્યો હતો પરંતુ વર્ષોથી ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વેપારીઓ સહિત રાહદારી અને સ્થાનિકો અને વેપારીઓ પણ પરેશાન છે :
રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.