બોટાદમાં બહેનો માટે કાયદાકીય શિબિર યોજાઈ
(Report By Harshad Chauhan)
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા પોલીસ સ્ટેશન સાથે સંકલન કરી નગરપાલિકા દ્વારા ચાલતા માઇક્રોવેવ કમ્પ્યુટર ક્લાસીસના બહેનો સાથે કાયદાકીય શિબિર યોજાવામાં આવી હતી. જેમાં બહેનોને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત જાગૃતિ શિબિર દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ કાયદાકીય શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણાએ કામકાજના સ્થળે થતી જાતીય સતમણી અધિનિયમ 2013 અંતર્ગત કામકાજનુ સ્થળ કોને કહેવાય, જાતીય સતમણી એટલે શું, ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ ફરિયાદ ક્યાં કરવી, કોણ ફરિયાદ કરી શકે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. "શી ટીમ"ના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા "શી ટીમ"ની કામગીરી, જાહેર સ્થળો કે જ્યાં લોકોની અવરજવર હોય ત્યાં પેટ્રોલિંગ અંગે તેમજ "શી ટીમ" કઈ રીતે મદદ કરે તેના વિષે માહિતી આપવામાં આવી હતી.
181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા 181ની કામગીરી તેમજ 181 એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવી હતી. ડી.એચ.ઈ.ડબલ્યુ.ના બગથળીયા લીઝાબેન દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિધવા સહાય, મહિલા સ્વાવલંબન, વહાલી દીકરી યોજના અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. નગરપાલિકામા ફરજ બજાવતા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મીનાક્ષીબેન પરાલીયા દ્વારા વિશ્વકર્મા યોજના વિષે માહિતી આપવામાં આવી. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા સંકટ સખી એપ્લિકેશન અને તેના ઉપયોગ વિષે જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમા કમ્પ્યુટર ક્લાસીસના ઓનર સંજયભાઈ વસાણી તેમજ ડિમ્પલ બેન, એકતાબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.