ભાવનગર રેલવેમા નોકરી કરતા ઢગાએ યુવતી સાથે ચેનચાળા કરતા પોલીસ મથકે રાવ
ભાવનગર રેલવેમા નોકરી કરતા ઢગાએ યુવતી સાથે ચેનચાળા કરતા પોલીસ મથકે રાવ
58 વર્ષના આધેડે કામવાસનામાં લિન બની 18 વર્ષની યુવતી સાથે બીભત્સ અડપલા કર્યા
ભાવનગર રેલવે સ્ટેશનની અંદર ધોળા ની યુવતી સાથે છેડતી નો બનાવ બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.બનાવની મળતી વિગત મુજબ ધોળા ગામે રહેતી યુવતી ભાવનગર રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમા બેસી હતી તે દરમ્યાન રેલવે મા કોમર્શિયલ વિભાગમાં નોકરી કરતા જગદીશભાઈ ઉકાભાઈ નૈયા રહે,પ્લોટ નંબર-14 ઘુમડશાપીર સોસાયટી,મહિલા સ્કૂલ પાછળ,સિહોર ઉ.58 નાઓ ત્યાં આવ્યા હતા.બાદ તેમણે યુવતીને જનરલ વેઇટિંગ રૂમ ને બદલે એસી વેઇટીંગ રૂમમા લઈ જવાનું કહેતા પિતાની વયના વ્યક્તિ પર ભરોસો કરી યુવતી એસી વેઇટીંગ રૂમમા ગઈ હતી.જ્યા આ ઢગા એ યુવતીને બાથરૂમ માં જવાનું કહેતા યુવતીને શંકા જતા તેણીએ ના કહેતા હવસ માં ભાન ભૂલેલા ઢગાએ યુવતીના ગાલ ના ભાગે હાથ ફેરવવા નું શરૂ કરતા ડઘાઈ ગયેલી યુવતી પોતાની આબરૂ બચાવવા ત્યાંથી નાસી છૂટી હતી.
આખરે યુવતીએ આ અંગે રેલવે પોલીસને જાણ કરતા પોલીસે જગદીશભાઈ ઉકાભાઈ નૈયા વિરુદ્ધ યુવતીની ફરિયાદ ભારતીય ન્યાય સહિતા કલમ 74 મુજબ ગુનો દાખલ કરી વિકૃત આધેડને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.
*રીપોટર ફિરોજ મલેક ભાવનગર*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.