રોજ 40થી વધુ રખડતા પશુ પકડવા લક્ષ્યાંક - At This Time

રોજ 40થી વધુ રખડતા પશુ પકડવા લક્ષ્યાંક


માથાકૂટ કરનારથી માંડી ટીમની જાસૂસી કરનારાઓ સામે થશે પોલીસ ફરિયાદ

રખડતા ઢોરના ત્રાસથી બચવા માટે અલગ અલગ પોલિસી બની રહી છે પણ અમલવારીમાં નક્કર આયોજનના અભાવથી સુધારો થતો નથી. હાઈકોર્ટે કામગીરી કરવાની સૂચના આપતા રાજ્ય સરકારે તમામ પાલિકાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા આદેશ આપ્યો હતો. જેને લઈને કોન્ફરન્સ પૂરી થતાં જ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, રેલવે સહિતના તંત્રની તાકીદની બેઠક બોલાવાઈ હતી અને રખડતા પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.