જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા વિતરણ રાહતદરે કરાયા;બોટાદના દિન દયાળ ચોકમાં 800 ચકલીના માળા અને 450 પાણીના કુંડાનું તેમજ 100 પ્લાસ્ટિકના પાણી કુંડા રાહતદરે વિતરણ કરવામાં આવેલ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા વિતરણ રાહતદરે કરાયા;બોટાદના દિન દયાળ ચોકમાં 800 ચકલીના માળા અને 450 પાણીના કુંડાનું તેમજ 100 પ્લાસ્ટિકના પાણી કુંડા રાહતદરે વિતરણ કરવામાં આવેલ


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
અર્વાચીન જીવનધોરણથી ચકલીના રહેણાંક માળા બનાવવાના સ્થળ ઘટ્યા છે ત્યારે તેને માળો પૂરો પાડવા જાયન્ટ્સ ગ્રુપ બોટાદની નિરંતર ચાલતી આગવી પહેલ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રત્યેક વર્ષે ચકલી બચાવો અભિયાન હેઠળ ખાસ ઓર્ડર આપી ચકલી નાં માળા બનાવડાવવામાં આવે છે. તા.30/03/25 ને રવિવાર ના રોજ બોટાદના દિન દયાળ ચોકમાં 800 ચકલીના માળા અને 450 પાણીના કુંડાનું તેમજ 100 પ્લાસ્ટિકના પાણી કુંડા રાહતદરે વિતરણ કરવામાં આવેલ.બોટાદ ની પર્યાવરણ પ્રેમી જનતા એ ખુબ જ સારો પ્રતિસાદ આપી ને ચકલી બચાવો ઝુંબેશમાં હોંશભેર જોડાયા અને ચકલી બચાવો અભિયાન માટે શપથ પણ લીધા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image