ખરોડ ગામમાં જ્યોતિ કળશ યાત્રા રથ નું સ્વાગત
મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા નું ખરોડ ગામ જ્યોતિ કળશ યાત્રા જે જ્યોતિ વેદમૂર્તિ તપોનિસ્ટ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા 1926 ની અંદર પ્રગટ કરાયેલી અને 2026 માં 100 વર્ષ પૂરા થાય છે ભગવતી માતાજી ની જન્મ શતાબ્દી 2026 માં આવે છે મનુષ્યમાં દેવત્વ ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ ઉદ્દેશ સાથે 16 વર્ષની ઉંમરથી 40 વર્ષ સુધી 24 લાખના 24 ગાયત્રી મહામંત્રના અનુષ્ઠાન તેમજ 3400 થી વધુ પુસ્તકો વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ માટે લખનાર ગાયત્રી અને યજ્ઞ ની ઘર ઘર સુધી પહોંચાડનાર ભારતીય સંસ્કૃતિ ના સંસ્કારો પર્વ વેદોક્ત વિધિથી કરવા માટે પ્રશિક્ષણ કરનાર સાધના ઉપાસના આરાધના બલી વૈશ્વિક યજ્ઞ બાલ સંસ્કાર શાળા યુવા જાગરણ નારી જાગરણ વ્યસન મુક્તિ આંદોલન કુરિતી નિવારણ પર્યાવરણ સ્વાવલંબન જેવા આંદોલનોને ગતિ આપવા ગામે ગામ આ જ્યોતિ કળશયાત્રા જઈ રહી છે આ યાત્રા ગુજરાતમાં નવમી એપ્રિલ 2024 થી શરૂ થઈ આજે 69 માં દિવસે આપના ગામમાં આવી છે જે અખંડ દીપક ગાયત્રી તીર્થ શાંતિ કુંજમાં ૧૯૨૬ થી ચાલુ છે જેની આગળ 24 કલાક અખંડ જપ થાય છે શાંતિકુંજમાં દરરોજના 24 લાખથી વધુ જપ થાય છે અખંડ અગ્નિમાં આહુતિ અપાય છે એવા દિવ્ય સિદ્ધ ચૈતન ક્ષેત્ર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર માં ગાયત્રી પરિવારના પ્રમુખ આદરણીય શ્રી પ્રણવભાઈ પંડ્યા જી તેમજ વંદનીય શૈલ જીજી દ્વારા 33 કોટી દેવતા હિમાલયની ઋષિ સત્તા ની દિવશક્તિ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ વંદનીય માતાજીની દિવ્ય શક્તિ આ કળશની અંદર પ્રાણ પ્રતિષ્ઠિત કરીને આ દિવ્ય જ્યોતિ કળશ ભારતીય સંસ્કૃતિ ના સંદેશને ઘરે ઘરે સુધી પહોંચાડવા લઈ જવામાં આવે છે આજ્યોતિ કળશ યાત્રા 2026 સુધી ચાલશે અને એની પૂર્ણાહુતિ દ્વારકામાં થશે અને ખરોડ ગામમાંથી ગાયત્રી પરિવાર અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે સાથે મળીને પ્રસાદ અને આરતી કરી હતી સરદાર ચોકમાં આવેલા દરેક સ્થળે મહાઆરતી ના લાભ લીધો હતો રિપોર્ટર મુકેશ કે પ્રજાપતિ વિજાપુર ખરોડ ૯૯૯૮૨૪૦૧૭૦
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.