ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની. સરસ્વતી નદી છેલ્લા બે વર્ષથી દૂષિત બનતા હજારો માછલીઓ ના મોત નીપજ્યા છે - At This Time

ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની. સરસ્વતી નદી છેલ્લા બે વર્ષથી દૂષિત બનતા હજારો માછલીઓ ના મોત નીપજ્યા છે


ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની. સરસ્વતી નદી છેલ્લા બે વર્ષથી દૂષિત બનતા હજારો માછલીઓ ના મોત નીપજ્યા છે વાત કરવામાં આવે તો પ્રાચી તીર્થ કે જ્યાં દેશભરમાંથી પિતૃઓના મોક્ષ માટે પિતૃ કાર્ય માટે લાખો લોકો આવતા હોય છે, અને એટલેજ કહેવાય છે કે "સૌ વાર કાશી એક વાર પ્રાચી", કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ પોતાના પિતૃ ઓનું શ્રાદ્ધ અહી ના મોક્ષ પીપળે જ કર્યો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની સરસ્વતી નદી અચાનક દુષિત બનતા આસપાસ ના વિસ્તાર માં દુર્ગંધ આવી રહી છે તો પ્રાચી તીર્થ ના કુંડ નજીક હજારો માછલા ઓનું મોત થયા ના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જુઓ આ દ્રશ્યો જ્યાં એક તરફ પ્રાચી તીર્થ નો મોક્ષ પીપળો છે અને બાજુમાં લોકો સરસ્વતી નદીના પાણીએ સ્નાન કરી રહ્યા છે તો બીજી તરફ સરસ્વતી નદી નું એ દુષિત પાણી જે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃ ઓને પાણી રેડવા માટે ઉપયોગ માં લે છે, તો આજ કુંડ માં ભાવિકો ડૂબકી લગાવી પોતાના પાપ ધોતા હોય છે, પરંતુ હાલ સ્થાનિક નેતા ઓની નજર અંદાજગી કહો કે પ્રસાશન ની નકારી કારણ કે ચોમાસા બાદ ગીર જંગલ માંથી વહેતી આ સરસ્વતી નદી એકાએક દુષિત થવા ના કારણે હજારો માછલા ઓનાં મોત થયા હોવા છતાં કોઈ ના ધ્યાને આવતું નથી અને આસપાસ ના વિસ્તાર માં દુર્ગંધ આવી રહી છે તો દૂર દૂર થી પોતાના પિતૃ ઓનાં શ્રાદ્ધ માટે આવતા ભાવિકો પ્રાચી તીર્થ ની અલગ જ સબી લઈ ને જાઈ રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image