રાજકોટમાં ક્વાર્ટર ભાડે આપવાનું કહીં 60 વર્ષના ઢગાએ ત્યકતા અને આઠ વર્ષની પુત્રીની છેડતી કરી
રાજકોટમાં ક્વાર્ટર ભાડે આપવાનું કહીં 60 વર્ષના ઢગાએ ત્યકતા અને તેની આઠ વર્ષની પુત્રીની છેડતી કરી જાતીય સતામણી કરવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે મવડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય ત્યકતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મનસુખ લીલાતર વાઢેર (રહે. મહર્ષિ ટાઉનશીપ બ્લોક નં.103, રેલનગર) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે પોકસો, જાતીય સતામણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે અને તેના લગ્ન 10 વર્ષ પહેલા થયેલ છે.
તેમને સંતાનમાં એક આઠ વર્ષની પુત્રી છે અને પોતે તેમના માતાના ઘરે છેલ્લા આઠેક માસથી રીસામણે આવેલ છે. ગઈ તા.07 ના તેણીને ભાડે રહેવા રૂમની જરૂર હોય જેથી તેણી જે ક્વાર્ટરમાં રહેતી તે ક્વાર્ટરના પહેલા માળે આવેલ રૂમ પર મોબાઇલ લખેલ હતાં. જેમાં કોલ કરી કહેલ કે, તમારે રૂમ ભાડે આપવાનો છે, તો સામે વાળા ભાઈએ કહેલ કે, હું હમણા રૂબરૂ રૂમ પર આવુ છુ, તેમ કહી થોડીવારમા તે શખ્સ રીક્ષા લઈને ત્યાં આવેલ હતો. તે શખ્સે તેણીને રીક્ષા પાસે બોલાવતા તેણી તેમની આઠ વર્ષની પુત્રી સાથે ત્યા ગયેલ હતા. તે ભાઇને કહેલ કે, તમારે રૂમ ભાડે આપવાનો છે, જેથી તે શખ્સે તેનો મોબાઈલ નંબર સેવ કરવાનું કહેતાં તેણીએ તેના મોબાઈલ નંબર પર મીસકોલ કરેલ અને તેણીએ મોબાઇલમાં ડોસાબાપા લખીને સેવ કરેલ હતો.
ત્યારે તે શખ્સ જે રીક્ષા લઇને આવેલ તેમાં તેણીની દિકરી રમતી હતી અને તેણી પાણી ભરવા લાગેલ હતી. બાદ બીજા દિવસે તે શખ્સે અગિયારેક વાગ્યા આસપાસ ફોન કરેલ અને તે નીચે નીચે આવેલ છે, તમે રૂમ જોઇ જાવ કહેતાં તેણી તેની પુત્રી સાથે પહેલા માળે ગયેલ અને તેમની પુત્રી ક્વાટરના રૂમ બહાર રમવા લાગેલ હતી. ત્યારે તે શખ્સે ક્વાટર ખોલેલ અને તેણી ક્વાટરમાં અંદર ગયેલ ત્યારે રૂમમાં આરોપીએ તેણીને પાછળના ભાગેથી પકિડ લીધેલ અને કહેલ કે, તુ એગ્રી થા તો હું, આ તારા નામે કરી દઉ, જેથી તેણીએ તરત પોતાને છોડાવી તેમના માતાના ક્વાટર પર ભાગી ગયેલ હતી. તેણીએ બનાવ અંગે તેમની માતાને જાણ કરી હતી. ત્યારે તેમની દિકરી પણ વાત સાંભળતી હોય
જેથી તેણીએ પણ જણાવેલ કે, મમ્મી મારી સાથે આ ભાઇએ કાલ છાતીમાં અને સાથળે ટચ કર્યું હતું અને 20 રૂપીયા આપેલ હતાં. જેથી તેણીએ આરોપીને ફોન કરતાં ત્યારે તેને બીભત્સ માંગણી કરેલ હતી. જે બાદ તેણી તેને અવારનવાર ફોન કરતી હતી પરંતુ તે ક્વાર્ટર પર આવતો ન હતો. બાદમાં તે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે રીક્ષા લઇને આવેલ ત્યારે આરોપી ક્વાર્ટરના બીજા માળે ચડેલ ત્યારે તેણી નીચે ઉતરેલ અને 100 નંબર પર ફોન કરતાં પોલીસની ગાડી આવેલ અને તેને પકડી પોલીસ મથકે લઈ ગયેલ હતાં. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી એસીપી બી. જે.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળેલ વિગત મુજબ, આરોપી 60 વર્ષનો ઢગો છે અને રીક્ષા ચાલક હોવાનું સામે આવ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.