વડાલીના રામાપીર મંદિરમાં ૫૧ જ્યોત પાટોત્સવ રંગેચંગે યોજાયો
વડાલી નગરમાં આવેલ ઠાકોર સમાજ આયોજિત રામદેવજી મહારાજના સાનિધ્યમાં શનિવારના રોજ રામદેવજી મહારાજનો ૫૧ જ્યોતનો પાઠોત્સવ તેમજ રામદેવજી મહારાજના મંદિરની તિથિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૧ જ્યોત પાઠોત્સવ પ્રસંગે ગોસ્વામી મહંત ધનગીરી બાપુ દેવરાજધામ ગુરુગાદી સંત દેવાયત પંડીત ચેતન સમાધિ બાજકોટ મોડાસા, ધીરુ રામ મહારાજ બોલુંન્દ્રા ભિલોડા, સંત રમીલાબેન નવાના પાદર માંકડી સહિત આમંત્રિત મહેમાનોમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રદેશ _કારોબારી સભ્ય તખતસિંહ હડીયોલ, વડાલી પાલિકાના પ્રમુખ યશરાજ ભાટી સહિતના અગ્રણીઓનું પ્રગતિનગરથી સામૈયુ કરી મોટા રામદેવજી મંદિર લાવવામાં આવ્યા હતા. તેમજ રાત્રિના સમયે ભવ્ય ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીસંખ્યામાં નગરની ધર્મપ્રેમી જનતાએ મોડી રાત સુધી સંતોની દિવ્ય વાણીનો લાભ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.