હિંમતનગરના નિકોડામાં અખાત્રીજે ખેડૂતોના હળોતરા : 50 થી વધુ ટ્રેક્ટરથી ખેતર ખેડી મુહૂર્ત…
હિંમતનગરના નિકોડામાં 50 થી વધુ ટ્રેકટરો લઈને અખાત્રીજે ગ્રામજનોએ હળોતરાનો સામૂહિક કાર્યક્રમ રાખ્યો હતો. ખેતરમાં ખેડ કરતાં ટ્રેક્ટરો જોઇને રેસ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અખાત્રીજ હળોતરા એટલે કે હળ અને બળદની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે ખેડૂતો ખેતરમાં જઈ પૂર્વ દિશામાં મોઢું રાખી ધરતી માતાનું પૂજન કરી હળ, ટ્રેક્ટર ખેતીના ઓજાર બળદ હોય તો બળદની પૂજા કરે છે અને પરિવાર સાથે ક્ષેત્રપાલ દેવની પૂજા કરી નેવેધ ચઢાવી પ્રાકૃતિક દેવને પ્રસન્ન કરે છે. હવે ટ્રેક્ટરનો ઉપયોગ શરૂ થતાં તેની પૂજા થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ ધરતી માતાની પૂજા કરી ખેડૂતોને ચાંલ્લા કરી ટ્રેક્ટરની પૂજા કરી નાડાછડી બાંધી ગોળ ધાણા વહેંચ્યા હતા અને ખેતીના ઓજારોની વિધિપૂર્વક પૂજા કરી હતી.
રિપોર્ટર હસન અલી
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.