બિલ્ડર પાણીના પૈસા ઉઘરાવી ભરતા નથી, મનપા નળ કનેકશન કાપી નાખે અને પરેશાન થાય છે ફ્લેટ ધારકો
મેન્ટેનન્સના નામે બિલ્ડર એડવાન્સ રૂપિયા લઈ લ્યે, હોદ્ેદારો મનપામાંથી નળ કનેકશન મેળવી પાણી વેરો ભરતા નથી
સમસ્યાના ઉકેલ માટે કોઈ નિયમ ન હોવાથી એસોસિએશન અને સોસાયટીના સભ્યોને પાણી વિના ટળવળવું પડે છે
રાજકોટ શહેરમાં વેરા વસૂલાત માટે રિકવરી સેલ ચારે તરફ દોડી રહી છે. કોમર્શિયલ મિલકતો મામલે કડકાઈ રાખીને સીલ કરવી, જપ્તીની નોટિસ આપવી સહિતની કાર્યવાહી થઈ રહી છે. રહેણાક વિસ્તારોમાં આ કામગીરી શક્ય નથી એટલે મોટા બાકીદારો છે તેમના નળ કનેકશન કાપવામાં આવી રહ્યા છે. આ સંખ્યા હજુ ઓછી છે પણ હવે એવા નળ કનેકશન કે જે મોટી સાઈઝના લેવાયા છે અને ઘણા સમયથી વેરો નથી ભરાયો ત્યાં ઝુંબેશ શરૂ કરાઈ છે. આ દરમિયાન વેરો ભરાયો છે છતાં શા માટે કનેકશન કપાયા તેવી ફરિયાદો મળતા નવી જ બાબત સામે આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.