આરટીઓ કચેરીમાં ભષ્ટ્રાચાર થાય છે રાજકોટ આરટીઓ અધિકારીને ગરીબોના મોતના સોદાગર છે કહેનાર શખ્સ સકંજામાં - At This Time

આરટીઓ કચેરીમાં ભષ્ટ્રાચાર થાય છે રાજકોટ આરટીઓ અધિકારીને ગરીબોના મોતના સોદાગર છે કહેનાર શખ્સ સકંજામાં


રાજકોટ આરટીઓ કચેરીના લીગલી ટ્વિટર આઈડી પર બે અલગ અલગ આઈડી ધારકે આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે, આરટીઓ અધિકારીને ગરીબોના મોતના સોદાગર છે લખી કચેરીને બદનામ કરતી પોસ્ટ કરવામાં આવતાં સાયબર ક્રાઇમ ફરીયાદ કરવામાં આવી હતી.
પોલીસે તપાસ કરતાં આરટીઓ કચેરીને બદનામ કરતા ટ્વિટ કરનાર આઈડી ધારક મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતો સંજય ધૂળકોટિયા નીકળતા તેને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કેતનકુમાર મથુરભાઈ ખપેડ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એકસ કરોપ ટવીટર આઇડી એડધરેટ બીપીન જોષી 66652 એડધરેટ ચિરાગ 6965469654 ધારક કોટીયા સંજયભાઇ શાંતીલાલનું નામ આપતાં સાયબર ક્રાઇમ પોલીસે આઈપીસી કલમ 500 અને આઈટી એક્ટ 2000 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, રાજકોટ આરટીઓ કચેરીમાં ઇન્ચાર્જ આરટીઓ ઓફીસર તરીકે સરકારી નોકરી કરે છે. ગઇ તા. 01/06/2024 ના તેઓ કચેરીએ હાજર હતાં.
તે દરમ્યાન ઓફીસનુ ટ્વીટર એકાઉન્ટ ચેક કરતા આર.ટી.ઓ. કચેરી રાજકોટમાં થતા તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂપિયા લેવામાં આવતા હોય અને ઓફીસમાં ભ્રષ્ટાચાર થાય છે જે બાબતના અલગ અલગ ટવીટ કરેલ હતાં. તેમજ તેમના નામના ઉલ્લેખ સાથે આર.ટી.ઓ. ઓફીસમાં તમામ કામ માટે પૈસા લેવામાં આવે છે. તેમજ આર.ટી.ઓ. કચેરીમાં પબ્લીકનો ડેટા સેફ નથી. આરટીઓ કે.એમ.ખાપડ ગરીબોના મોત નો સોદાગર છે તેમજ અલગ અલગ કામ માટેના જે રૂપિયા ભ્રષ્ટાચાર દ્વારા લેવામાં આવે છે તે અંગેના ટ્વિટ કરેલ હતાં.
પરંતુ ટ્વિટમાં કોઈ તથ્ય ન હોય અને તેઓ ફરજ નિયમો અનુસાર બજાવે છે. કોઈ પણ પ્રકારનુ કામ નિયમો વિરૂધ્ધ કરવામાં આવતુ નથી અને કોઇ પણ વ્યક્તિનો ડેટા લીક કરેલ ન હોય પરંતુ આ બીપીન જોષી તથા ચિરાગ પરમાર નામના ટવીટર ધારકે તેઓને બદનામ કરવા તથા આરટીઓ કચેરીના કર્મચારીઓનુ મનોબળ તોડવા માટે આવા ટ્વિટ કરેલ હતા.
જે બાદ તેઓએ પોલીસમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરતાં બન્ને ટવીટર આઇ.ડી.ના રજીસ્ટ્રેશનમાં મોબાઇલ નંબર તરીકે 9228276727 નો ઉપયોગ થયેલ હોય અને નંબરના આધારે તપાસ કરતાં ધુળકોટીયા સંજયભાઈ શાંતીલાલ (રહે. વિગ-એ ફ્લેટ નં 401 પાવન પાર્ક, 80 ફુટ રોડ સેટેલાઇટ ચોક મોરબી રોડ) ના નામે રજીસ્ટર થયેલ હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમના પીઆઈ કે.જે. મકવાણાની રાહબરીમાં જમાદાર દિપક પંડિત અને ટીમે આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.