રાજકોટ ક્રાઇમ બ્રાંચનો હુડકો ચોકડી નજીક દરોડા : 73 હજાર નશાકારક સીરપ ભરેલા ટ્રક ઝડપાયા - At This Time

રાજકોટ ક્રાઇમ બ્રાંચનો હુડકો ચોકડી નજીક દરોડા : 73 હજાર નશાકારક સીરપ ભરેલા ટ્રક ઝડપાયા


રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે ગત રાત્રે પાંચ ટ્રક ભરીને ૭૩ લાખની વધુની કિંમતનો નશાકારક કે શંકાસ્પદ જણાતા શીરપનો ૭૩,૨૭૫ બોટલ જથ્તો પકડી પાડયો છે. જો કે, ટ્રકો કબજે નથી લેવાયા કે નથી ચાલકોની અટકાયત કરાઈ, જથ્થો શાપરથી ભરાઈને નીકળ્યો હતો અને કયાં સપ્લાય થવાનો હતો એ માટે શીરપનો જથ્થો ભરાવનાર શખસને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરાઈ છે. શીરપ આલ્કોહોલીક છે કે કેમ? તે ચકાસવા એફએસએલની મદદ લેવાઈ છે. એફએસએલ રિપોર્ટ બાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી આગળ ધપશે.
પ્રા માહિતી મુજબ શાપર તરફથી લિકવીડ કે કોઈ શંકાસ્પદ શીરપનો જથ્થો ભરીને એક–બે નહીં પાંચ–પાંચ ટ્રક નીકળ્યા હોવાની રાજકોટ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી. પીઆઈ વાય.બી.જાડેજા તથા બી.ટી.ગોહિલની ટીમોએ વોચ ગોઠવી હતી અને જાહેર કર્યા મુજબ કોઠારિયા રોડ હુડકો ચોકડી પાસે ટ્રકો પકડી હતી. પાંચેય ટ્રકોમાંથી ૭૩,૨૭ લાખ રૂપિયાની કિંમતની ૭૩,૨૭૫ (એક બોટલના પોલીસના ક્કી કરેલા ભાવ રૂપિયા ૧૦૦)નો જથ્થો મળી આવ્યો હતો. લાખો રૂપિયાના શંકાસ્પદ કે નશામાં ઉપયોગમાં લેવાતું હોય તેવુ ઉધરસ કે આવા નામે વેચાતી શીરપની બોટલો હોવાની પોલીસે પ્રાથમિક દ્રષ્ટ્રિએ આશંકા સેવી છે.
શીરપ ખરેખર કયાં કેમિકલ કે શું મિશ્રણથી બનાવાઈ છે? નશાકારક શીરપ છે કે કેમ? આલ્કોહોલનું કે આવું પ્રમાણ કે નશો કરાવે એવા કોઈ પ્રવાહીનું મિશ્રિત શીરપ છે કે નહીં? સહિતના મુદે ક્રાઈમ બ્રાંચે એફએસએલની મદદ લીધી છે. લિકવીડના સેમ્પલ એફએસએલ લેબમાં મોકલાવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ્ર થશે કે શીરપમાં શેનું મિશ્રણ છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ આગળની નિયમ મુજબની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે.

9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.