સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.


સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી સંકલન ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રા તાલુકાના ગાંજણવાવ સબ સેન્ટરના મંજુર થયેલ કામ, આંગણવાડીના મકાન, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા વિવિધ વિકાસના કામો સંદર્ભે, જમીન 2 સર્વેની પ્રક્રિયા, પાણી પુરવઠા વિભાગ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં બનાવવામાં આવેલ સંપો, થાનગઢ નગરપાલિકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા બાબત, મુળી તાલુકાના ખેડૂતોને પાક વીમો ચૂકવવા બાબત, નલ સે જલ યોજના હેઠળ પાઇપલાઇનની કામગીરી સહિતના પ્રશ્નો સંદર્ભે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહાઅભિયાનમાં સુરેન્દ્રનગર જિલ્લાએ બીજો ક્રમ મેળવ્યો તે બદલ વહીવટી તંત્રના સૌ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટરએ આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી સંકલન ભાગ-2 ની બેઠકમાં જિલ્લા કલેકટરએ સરકારી લેણાઓની બાકી વસૂલાત, ધારાસભ્ય સહિતનાં જનપ્રતિનિધિઓની અરજીઓ પ્રશ્નો, કચેરીઓમાં થતી આર.ટી.આઈ, એ.જી.ઓડિટનાં બાકી પારા, નિવૃત થતા કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનાં નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી આ ઉપરાંત પીએમ જનમન અભિયાનમાં સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ મેળવવા બદલ વહિવટી તંત્રના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર એમ રાયજાદા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી. દોષી સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.