હળવદ પ્રકૃતિ પ્રેમ પ્રથમ: વૃક્ષો વાવી દવે દંપતિ એ લગ્ન તિથિની આદર્શ ઉજવણી કરી
પ્રકૃતિ સંવર્ધન અર્થે હળવદના સામાજિક કાર્યકર્તા તપન દવે એ ૧૨ વૃક્ષો વાવી લગ્નની ૧૨ મી વર્ષગાંઠ ઉજવી
કુદરતના ખોળે વૃક્ષારોપણથી ઉજવણી અને વૃક્ષોના જતન માટે પ્રતિબદ્ધ બની અન્યને બતાવી નવી રાહ
હળવદના સામાજિક કાર્યકર્તા તપન દવે એ ૧૨ મી લગ્નતિથિ નિમિતે ૧૨ વૃક્ષો વાવી પ્રકૃતિ દેવતાની પૂજા કરી લગ્નદિવસ ની ઉજવણી કરી છે હાલ આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે જજુમી રહ્યું છે. જેની ભયાનક અસરો પણ જોવા મળી રહી છે, આ ઉનાળામાં ગરમી ૪૫ ડિગ્રી ને પાર કરી ગઈ છે અને માણસો અસહ્ય ગરમીના કારણે હાહાકાર પોકારી ઉઠયા છે. ત્યારે આ સમયે વધુ માં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય તે આજના સમયની માંગ છે. ત્યારે હળવદના સેવાભાવી યુવાન-ગૌસેવક અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ચિ.તપન અને ચિ. વંદના એ પોતાના લગ્ન જીવન ના ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે ૧૨ દેશી કુળ ના વૃક્ષો જેમાં પીપળો , ઉંબરો , રાયણ , અર્જુનસાદડ , જાંબુડો જેવા વૃક્ષો નો સમાવેશ થાય છે અને આ છોડ વાવ્યા એટલું જ નહિ તે વાવી તે મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરવા માટે પણ દવે દંપતિ કટિબદ્ધ બન્યા છે આપડે સૌ એ જોયું છે કે કોરોનાં ના કપરા સમય માં ઓકસીજન ના બાટલા માટે લોકો કેવી પડાપડી કરતા હતા ત્યારે આ વૃક્ષો આપડ ને ભરપૂર માત્રા માં ઓકસીજન આપે છે તો આપડે આવનારી પેઢી માટે વધુ માં વધુ વૃક્ષારોપણ કરીએ તે અનિવાર્ય છે ત્યારે પ્રકૃતિની જાળવણી માટે વધુ માં વધુ વૃક્ષારોપણ થાય લોકો જન્મ તિથિ, લગ્ન તિથિ, સ્વજનોની મરણ તિથિ નિમિત્તે પશ્ચિમી સંસ્કૃતિ સાથેની બીજી ખોટી ઉજવણીઓને ટાળી કુદરતના સંવર્ધન માટે વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ કરીને પ્રકૃતિનું જતન કરે તે આજના સમય ની માંગ છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.