સોમનાથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલમાં એસ.પી.સી. બિનનિવાસી તાલીમ કેમ્પ યોજાયો
સોમનાથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલમાં એસ.પી.સી. બિનનિવાસી તાલીમ કેમ્પ યોજાયો
પ્રભાસ પાટણની એમ.જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં એસ.પી.સી બિનનિવાસી ત્રિદિવસીય તાલીમ કેમ્પ તા .17 થી 19 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસનો બિનનિવાસી કેમ્પ યોજાયો. જેનો મુખ્ય હેતુ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મૈત્રીભાવના વિકસે અને વિદ્યાર્થીઓમાં દેશની સેવા અને સેવાના માધ્યમથી શિક્ષણ કેળવાય એ ઉદેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક શા.સ્વા.શ્રી ભક્તિપ્રકાશદાસજી તથા સ્વા.શ્રી ધર્મકિશોરદાસજી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. બી.કે. રાઠોડ, પી.સી. કંચનબેન, વનરાજસિંહ તથા કિશનભાઇ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો.ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા, શાળાના આચાર્ય ડી.એમ. રામાણી, સુપરવાઇઝર બી, આર. ખેર તમામ કેડેટો હાજર રહ્યા હતા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમ્પ ડાયરેક્ટર એચ.કે.ગજેરા દ્વારા કરવામાં આવેલ હતું.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી 9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.