રાજકોટમાં ફરી આકરો તાપ અને લૂનો પ્રકોપ - At This Time

રાજકોટમાં ફરી આકરો તાપ અને લૂનો પ્રકોપ


રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ફરી આકરી લૂ સાથે તાપમાનનો પારો વધવા લાગ્યો છે અને બે-ત્રણ દિવસની રાહત બાદ ફરી તાપમાનનો પારો વધવા લાગ્યો છે. જેના કારણે ફરી રાજકોટવાસીઓ આગ ઝરતી લૂ અને આકરા તાપમાં અકળાવા લાગ્યા છે.
સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા મુજબ આજરોજ બપોરે 2-30 કલાકે ફરી રાજકોટમાં તાપમાનનો પારો 42.4 ડીગ્રી થઇ ગયો હતો તેમજ બપોરે 2-30 કલાકે પવનની ઝડપ 18 કિ.મી. રહેતા નગરજનોએ ગરમા-ગરમ લૂનો અહેસાસ કર્યો હતો. આજે ફરી તાપ અને લૂના વરસાદના કારણે રાજમાર્ગો સૂમસામ થઇ ગયા હતાં.
બપોરે હવામાં ભેજ 25 ટકા રહ્યો હતો, જ્યારે આજરોજ સવારમાં 8-30 કલાકે રાજકોટનું તાપમાન 31 ડીગ્રી નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાન 26.3 ડીગ્રી નોંધાવા પામ્યું હતું. તેમજ સવારે હવામાં ભેજ 69 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કિ.મી. રહી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.