ગઢડા તાલુકાના ઇંગોરાળા ખાલસા ગામે પ્રાંત અધિકારીશ્રી, બોટાદના અધ્યક્ષ સ્થાને રાત્રીસભા યોજાઇ
બોટાદ જિલ્લા કલેકટરની સૂચનાથી ગઢડા તાલુકાના ઈંગોરાળા ખાલસા ગામે બોટાદ પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામીનાં અધ્યક્ષ સ્થાને રાત્રીસભા યોજવામાં આવી હતી. જેમાં માપણી અંગેના વિવિધ પ્રશ્નોનો ડી.આઈ.એલ.આર કચેરી દ્વારા ગામમાં ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મહત્તમ લાભ લેવા તથા રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવા તેમજ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે તેનો અચૂક લાભ લેવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.આ તકે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીશ્રીને ગામના એપ્રોચ રોડ નિર્માણ જેવા કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. જેની જે તે વિભાગો દ્વારા તાકીદે પૂર્ણ કરવા અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ ગામના નિરાધાર વૃદ્ધ સહાયના લાભાર્થીઓને સ્થળ પર જ સહાય મંજૂરીના હુકમની નકલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા દ્વારા વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજન બદલ ગામના સરપંચશ્રી દ્વારા તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.