વિશ્વ નાળિયેર દિવસ અંતર્ગત શિબિર વિશે પ્રતિભાવ આપતા ખેડૂતો - At This Time

વિશ્વ નાળિયેર દિવસ અંતર્ગત શિબિર વિશે પ્રતિભાવ આપતા ખેડૂતો


વિશ્વ નાળિયેર દિવસ અંતર્ગત શિબિર વિશે પ્રતિભાવ આપતા ખેડૂતો
--------
તજજ્ઞોનું માર્ગદર્શન નાળિયેરની ખેતીને વધુ વિકસિત કરવા માટે ઉપયોગી સાબિત થશે
: કૌશિક જોટવા
---------
ગીર સોમનાથ, તા.૦૨: નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્નવાડા ખાતે વિશ્વ નાળિયેરી દિવસ નિમિત્તે યોજાયેલી શિબિરમાં ખેડૂતો ઉપસ્થિત રહીને નાળિયેરીના પાક વધુ વિકસિત કરવા માટે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

શ્રી કાંત્યા કૃષિ પ્રોડક્ટ કંપની લિ. એફપીઓ સાથે જોડાયેલ ખેડૂત શ્રી કૌશિક જોટવાએ શિબિરમાં નાળિયેરની ખેતી વિશેની માહિતી મેળવી હતી. જેનો રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વ નાળિયેર દિવસ યોજાયેલી શિબિરમાં નાળિયેરની પાકની રાજ્ય તેમજ કોકોનેટ બોર્ડની વિવિધ યોજનાઓ અને નાળિયેરના પાકમાં રોગ નિયંત્રણ માટેની વિવિધ પદ્ધતિઓની વિશેની તજજ્ઞો દ્વારા મળેલું માર્ગદર્શન નાળિયેરની ખેતીને વધુ વિકસિત કરવા માટે ઉપયોગી સાબિત થશે.

ખેડૂત શ્રી ભીખુભાઈ રામે શિબિરમાં તજજ્ઞો દ્વારા નારિયેળની ખેતી વિશે માર્ગદર્શન અને રોગના નિયંત્રણ માટેની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મળી તે બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.
૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.