રાજકોટ જીલ્લામાં પીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા, ૫ દિવસમાં પકડી કરોડોની વીજ ચોરી - At This Time

રાજકોટ જીલ્લામાં પીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા, ૫ દિવસમાં પકડી કરોડોની વીજ ચોરી


રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજચોરોએ માથું ઉચક્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમાટે પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ વીજચોરીને ડામવા માટે સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં તબક્કાવાર તેમજ આયોજનબધ્ધ સૌરાષ્ટ્રના હાર્દ સમા વિસ્તારોમાં તેમજ નિગમિત કચેરીની વિવિધ ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે જસદણ, ગોંડલ અને રાજકોટ તાલુકા હેઠળના વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું.રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 46 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 3179જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 690 વીજ જોડાણો માં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં 05 દિવસમાં કુલ રૂ. 175.12 લાખની માતબર રકમની દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવ્યાં હતા. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પીજીવીસીએલ કંપની કે જેના સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં તમામ પ્રકારના વીજ ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ વીજળી પહોચાડવામાં આવી રહ્યો છે તેમજ સાચા / પ્રમાણિક ગ્રાહકોને ન્યાય મળી રહે તે માટે વીજ લોસ ઘટાડવા અને વીજ ચોરીના સામાજિક દુષણને ડામવા માટે વિજીલન્સ વિભાગ દ્વારા તેમજ સ્થાનિક પેટા વિભાગીય કચેરીઓ અને વિભાગીય કચેરીઓના અધિકારીઓ દિવસ-રાત કામગીરી કરીને કરોડો રૂપિયાની પાવર ચોરી પકડી પાડે છે. જેથી પીજીવીસીએલ દ્વારા પણ તેમના માનવંતા ગ્રાહકોને વિનમ્ર અપીલ કરવામાં આવી છે કે ઉપરોક્ત કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તંત્ર સાથે હાથથી હાથ મિલાવીને ધંધારોજગારની આસપાસ અથવા તો નજીકના રહેણાક વિસ્તારોમાં જ્યાં પણ વીજ ચોરી થતી હોય તેની માહિતી વીજ કચેરીમાં ખાનગી રાહે પહોચાડવી અને આવા વીજચોરોને પકડવા માટે તંત્રની મદદ કરવી. વીજચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં: 9925214022 (રાજકોટ) અને 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની પેટા વિભાગીય, વિભાગીય કે વર્તુળ કચેરીમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી કે બાતમી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.