યુવાને ખોટું બોલી 7મા લગ્ન કર્યા, પત્ની નવજાત બાળકને સ્તનપાન કરાવતી હોય તેનો વીડિયો બનાવીને હેરાન કરતો - At This Time

યુવાને ખોટું બોલી 7મા લગ્ન કર્યા, પત્ની નવજાત બાળકને સ્તનપાન કરાવતી હોય તેનો વીડિયો બનાવીને હેરાન કરતો


મૂળ ઉત્તર ગુજરાતના અને મજૂરી અર્થે રાજકોટમાં રહેવા આવેલા સંજય નામના પરપ્રાંતીય યુવાને 6 લગ્ન કર્યા હતા. તેના દુર્વ્યવહારને કારણે તેની છયે છ પત્ની છોડીને ચાલી ગઈ હતી. સંજયે પોતાના છ લગ્ન થયા છે તે છુપાવીને રોમા નામની યુવતી સાથે 7મા લગ્ન કર્યા. રોમાને 20 દિવસ પહેલાં જ ડિલિવરી આવી હતી. પત્ની નવજાત બાળકને સ્તનપાન કરાવતી હતી તો પતિ સંજય તેનો વીડિયો બનાવીને તેને હેરાન કરતો હતો. તેમજ કેફી પીણું પીને પત્ની પર રોફ જમાવતો હતો. પાડોશીએ 181ની ટીમને જાણ કરતા રોમાને 181ની ટીમે બચાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.