જસદણની મેઈન બજારમાં બજારના રોડ સરખાં કરી સ્પીડ બ્રેકર મુકો: હરી હીરપરા
જસદણની મેઈન બજારમાં બજારના રોડ સરખાં કરી સ્પીડ બ્રેકર મુકો: હરી હીરપરા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણની મેઈન બજારમાં બનાવેલ સીમેન્ટ રોડ તાજેતરમાં બનાવેલ હોવાં છતાં હજી રોડને બનાવવામાં એક વર્ષ પણ થયું નથી છતાં રામજી મંદિર અને મોતીચોકમાં રોડમાં ખાડા પડી ગયા છે. આમ છતાં વાહનો પુરપાટ દોડી રહ્યાં છે ત્યારે જસદણના સામાજિક કાર્યકર હરીભાઈ હીરપરાએ રોડ સરખો કરી સ્પીડ બ્રેકર મુકવા માંગણી કરી છે જસદણ નગરપાલિકામાં હાલ અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું રાજ વહીવટદારમાં ચાલી રહ્યું હોય એવી અનુભૂતિ પ્રજાને થઈ રહી છે કારણ કે કોઈ કામમાં ભલીવાર નથી પાલિકામાં જૂદી જૂદી પ્રજાના પરસેવારૂપે ભરાતા વિવિઘ ટેક્ષની ગ્રાન્ટમાંથી મોટા ભાગના કામો તકલાદી અને નબળાં થયાં છે આમ છતાં કોઈ પણ જવાબદારો સામે પગલાં લીધાં નથી ઉલટાનું તેમનાં બિલો પણ ફટાફટ પાસ થઈ જતાં હોવાથી પ્રજાને સીમેન્ટરોડ વચ્ચે પણ ધૂળિયા રસ્તાનો અનુભવ થયો છે હાલ પાલિકાના જવાબદારો મારું શું? અને મારે શું? ની રમત વચ્ચે પ્રજાનો ખો નીકળી રહ્યો છે હરીભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે જસદણની મેઈન બજારમાં ખાસ કરીને રામજી મંદિર અને મોતીચોક વિસ્તારનો રોડ અતિ જર્જરિત હાલતમાં છે આ ઉપરાંત આ વિસ્તારમાં સ્પિડબ્રેકર ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ વચ્ચે અવારનવાર અક્સ્માત થાય છે અને ચકમક ઝરે છે અત્યારે કમુર્તા હોય તેથી પાલિકા આ રોડને સરખો કરાવે અને જયાં જયાં જરૂરીયાત છે ત્યાં સ્પીડબ્રેકર મુકાવી પાલિકાનાં વહીવટદાર અને ચીફઓફિસર પ્રજાને રાહત અપાવે એવી માંગણી હરીભાઈ હીરપરાએ અંતમાં કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.